Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

40 કિલો ચાંદીના જથ્થા સાથે જતા યુવકને ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી બે શખ્સોએ અપહરણ કર્યું: મારમારી લૂંટ ચલાવી રફુચક્કર:બે વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદ:સરસપુરમાં રહેતો યુવક ૪૦ કિલો ચાંદી લઇને જઇ રહ્યો હતો, ત્યારે ક્રાઇમબ્રાંચની ઓળખ આપીને બે શખ્સો પોલીસ સ્ટેશન લઇ જવાનું કહીને અપહરણ કર્યુ હતું અને અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં ત્રણ કલાક સુધી ફેરવ્યો હતો ત્યારબાદ સરખેજ વિસ્તારમાં મારમારીને રૂ. ૧૬ લાખની ચાંદી અને એક્ટિવાની લૂંટ ચલાવી આરોપીઓ નાસી છૂટયા હતા. બનાવ અંગે ગોમતીપુર પોલીસે લૂંટનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

કેસની વિગત એવી છે કે સરસપુર વિસ્તારમાં ઇન્ડિયા બુલ્સ કોલોનીમાં રહેતા અને માણેકચોકમાંથી ચાંદી લાવીને ભઠ્ઠીમાં ગાળવાની કામગીરી કરતા સંતોષભાઇ પોપટલાલ આજે બપોરે ૪૦ કિલો ચાદી લઇને એક્ટિવા પર બેસીને જતા હતા, ત્યાં સરસપુર હરિભાઇ ગોદાણીના દવાખાના નજીક બે શખ્સોએ તેમને રોક્યા હતા અને ક્રાઇમબ્રાંચ પોલીસ હોવાની ઓળખ આપીને બિલની માંગણી કરી હતી. યુવક પાસે બિલ નહી હોવાથી પોલીસ સ્ટેશન લઇ જવાનું કહીને એક્ટિવા પાછળ બેસાડી દીધા હતા.

(5:44 pm IST)