Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

અમદાવાદના વટવામાં કસ્ટોડિયલ ડેથ બાદ પથ્થરમારો : વાહનોંમાં તોડફોડ :સમગ્ર વિસ્તારમાં તંગદિલી :લાઠીચાર્જ

ઉચ્ચ પોલીસ સહિત પોલીસનો કાફલો ખડકી દેવાયો :ભરેલો અગ્નિ

અમદાવાદના વટવા વિસ્તારમાં પત્થર મારો થયો હતો. વટવા પોલીસ સ્ટેશનમાં એક કેદીનું કસ્ટોડિયલ ડેથ થતાં સમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાઈ હતી  ઉશ્કેરાયેલા ટોળાએ અનેક વાહનોની તોડફોડ કરીને પથ્થરમારો કર્યો. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ સહિતનો મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો . પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લેવા હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો

 કસ્ટોડિયલ કેસમાં 45 વર્ષના આરોપીનું જેલમાં મોત થયું. જેને કારણે તેના પરિવાર સહિત સ્થાનિકો રોષે ભરાયા. પોલીસ કસ્ટડીમાં મારથી મોત થયું હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો.

(10:52 pm IST)