Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

વિદ્યાનગર જીઆઈડીસીમાં કંપનીએ 120 જેટલા કર્મચારીઓના પગાર રોકતા કર્મચારીઓમાં ગણગણાટ જોવા મળ્યો

વિદ્યાનગર: સ્થિત જીઆઈડીસીમાં પ્લોટ નં. 1201માં આવેલી ટોવેલ વાલ્સ પ્રા.લિ.માં ફરજ બજાવતા 120 જેટલા કર્મીઓને દિવાળી પહેલાં પગારની ચૂકવણી ન કરતા વિવાદનો મધપુડો છંછેડાયો છે. આમ, જીઆઈડીસીમાં પગાર ચૂકવણી ન કરવામાં વધુ એક કંપનીનો સમાવેશ થઈ ગયો છે. કંપની દ્વારા કર્મચારીઓના પગારની ચૂકવણી ન કરવામાં આવતાં તેમના પણ તહેવાર બગડ્યા હોવાનો ગણગણાટ કર્મીઓમાં જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, આ અગાઉ એલિકોન અને અનુપમ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓને પગારની ચૂકવણી કરવામાં આવી નહોતી. જેને કારણે બંને કંપનીના કર્મીઓ કામથી અળગાં રહી હડતાલ પર ઉતર્યા હતા. આ મામલે મેનેજમેન્ટના પેટનું પાણી હાલ્યું નહોતું. 

 

(2:52 pm IST)
  • ભાગેડુ વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બદલી નાખવા સબંધી રેકોર્ડનો ખુલાસો કરવા સીબીઆઈનો નનૈયો :પુણેના નિવાસી વિહાર દુર્વેની એક આરટીઆઈ અરજીના જવાબમાં તપાસ એજન્સી સીબીઆઈએ માહિતી આપવા ઇન્કાર કરતા માહિતી અધિકાર અધિનિયમની કલમ આઠ (1 ) નો ઉલ્લેખ કર્યો :સીબીઆઈએ ભાગેડુ કારોબારી વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી )ને નબળી બનાવી હોવાનું ચર્ચિત છે access_time 1:00 am IST

  • મૂહૂર્તના સોદાઃ સંવત 2075ના પ્રથમ દિવસે રોકાણકારોની સંપત્તિમાં 1.17 લાખ કરોડનો વધારો : હિન્દુ સંવત વર્ષ 2074માં સેન્સેક્સમાં 2,407.56 પોઈન્ટ (7 ટકા)નો ઉછાળો : મૂહૂર્તના સોદા માટે BSE અને NSE સાંજે એક કલાક સુધી ખુલ્યા: માત્ર એક કલાકના મૂહૂર્ત સેશનમાં BSEમાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં ર1,17,731.11 કરોડ વધ્યું :1,41,70,545.23 કરોડ પર પહોંચી ગયું :મંગળવારે જ્યારે શેરબજાર બંધ થયું ત્યારે BSEની કૂલ બજાર મૂડી.1,40,52,814.12 કરોડ પર બંધ રહ્યું હતું. access_time 11:52 pm IST

  • વડોદરાના સીમાડે આવેલ નંદેસરી જી.આઈ.ડી.સી આગ ભભૂકી : નંદેસરી ખાતે આવેલ પાનોલી ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ કંપનીમાં લાગી આગ:વિકરાળ આગને પગલે વાતાવરણમાં ધુમાડાના ગોટા ઉડ્યા:આગ લાગવાનું કોઈ કારણ હજી અકબંધ :ફાયર ફાઈટર ઘટના સ્થળે access_time 11:44 pm IST