Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

પેટલાદના કાજીવાડામાં અગાઉના ઝઘડાની અદાવતમાં બે પરિવારો બાખડ્યા: સામસામે થયેલ મારામારીમાં ત્રણને ગંભીર ઇજા

પેટલાદ: શહેરના કાજીવાડ ખાતે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં કાઝી અને સૈયદ પરિવારો વચ્ચે મારામારી થઈ હતી જેમાં બેથી ત્રણને ઈજાઓ થવા પામી હતી. આ અંગે પેટલાદ શહેર પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ઘરી છે. 


માહીરાબાનુ શાહરૂખઅહેમદ કાજીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને વસીમોદ્દીન ઈન્તીયાઝઅલી સૈયદે ગઈકાલે રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે તેણીનો હાથ પકડીને છેડતી કરી હતી અને ઘરે જતો રહ્યો હતો. ત્યારબાદ તેનું ઉપરાણું લઈને વાઝીદઅલી ઈન્તીયાઝઅલી સૈયદ, નવસાદઅલી, સાકીરઅલી તથા અલ્લારખા આવી ચઢ્યા હતા અને ઝઘડો કરીને જતા રહ્યા હતા. થોડીવાર બાદ વસીમોદ્દીન તથા વાઝીદઅલી લાકડી તથા અણીદાર વસ્તુ લઈને લીસોટા પાડી ફરાર થઈ ગયા હતા. 

સામા પક્ષે શેરબાનુ નવસાદઅલી સૈયદે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વસીમોદ્દીન કબીરોદ્દીન કાઝીએ મારી સામે કેમ જુએ છે તેમ કહીને લાફો મારી દીધો હતો. જેથી તેના ઘરે જઈને લાફો કેમ માર્યો તેમ પુછતાં વસીમોદ્દીન, કબીરોદ્દીન, સમીરોદ્દીન, જલાલોદ્દીન, શાહરૂખઅહેમદ, અનીશમહંમદ, મહંમદજુનેદ, શકીલઅહેમદ વગેરેએ લાકડી તથા સ્ટીલની પાઈપથી માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(8:30 pm IST)