Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પેથોલોજી વિભાગમાં આગ ભભુકતા અફડાતફડી

સુરત:સ્મીમેર હોસ્પિટલમાં આવેલી બ્લ્ડ બેંન્કના એરીયામાં આવેલી પેથોલાજી વિભાગમાં આજે સવારે આગ ફાટી નીકળતા ત્યાં અફડાતફડી મચી ગઇ હતી.  આગના લીધે ફ્રિજમાં મુકેલા દર્દીના સેમ્પલ બળી ગયા હતા. 

ફાયર બ્રિગેડના સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં બ્લડ બેંન્કના એરીયામાં આવેલી પેથોલોજી વિભાગમાં ઓ.પી.ડી ઇન્ચાજ રૂમમાં રાખેલ ફિઝમા આગ ભભુકી ઉઠી  હતી. જેથી ત્યાં ભાગ દોડ થઇ હતી. જોત જોતામાં આગ ફેલાતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગતા અફડા તફડી મચી ગઇ હતી. 

આ અંગે કોલ મળતા ફાયર ઓફિસર કિષ્ણા મોઢને જાણ થતા લાશ્કરો સાથે પહોંચીને બારીના કાચ થોડીને ધુમાડો બહાર કાઢી અંદર ફેલાતો અટકાવ્યો હતો. તેમજ સતત પાણીનો છંટકાવ કરીને એક કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.

(6:48 pm IST)
  • દિવાળીના તહેવારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો : 2 દિવસમાં 70 લાખની આવક આજથી લેસર શો શરૂ નવા વર્ષના પ્રથમ દિવસે 20 હજાર પ્રવાસીઓના આગમનનું અનુમાન. આજે 4 વાગ્યા સુધીમાં 16,036 પ્રવાસીઓ નોંધાયા. પ્રવાસીઓના ઘસારાને ધ્યાને રાખી 5 વાગ્યે ટિકીટ કાઉન્ટર કરાયું બંધ. દિવાળીના દિવસે 11,219 પ્રવાસીઓએ લીધી હતી મુલાકાત. નિગમને છેલ્લા 2 દિવસમાં 70 લાખથી વધુની થઇ આવક. પ્રવાસીઓ માટે બસની સુવિધા પણ પડી ઓછી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી લેસર શો કરાયો શરૂ. આજે 6.30 થી 8 વાગ્યા સુધી યોજાશે લેસર શો. access_time 6:42 pm IST

  • ભાઈબીજે પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો :પેટ્રોલમાં 15 પૈસાનો લિટરે કરાશે ઘટાડો :ડીઝલ પણ 15 પૈસા થશે સસ્તું ;છેલ્લા કેટલાય દિવસોથી ઇંધણના ભાવમાં ઘટાડો થતો લોકોને રાહત :વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવનો ગ્રાહકને મળતો ફાયદો access_time 10:56 pm IST

  • ભાગેડુ વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બદલી નાખવા સબંધી રેકોર્ડનો ખુલાસો કરવા સીબીઆઈનો નનૈયો :પુણેના નિવાસી વિહાર દુર્વેની એક આરટીઆઈ અરજીના જવાબમાં તપાસ એજન્સી સીબીઆઈએ માહિતી આપવા ઇન્કાર કરતા માહિતી અધિકાર અધિનિયમની કલમ આઠ (1 ) નો ઉલ્લેખ કર્યો :સીબીઆઈએ ભાગેડુ કારોબારી વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી )ને નબળી બનાવી હોવાનું ચર્ચિત છે access_time 1:00 am IST