Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

વિજયભાઇ-અંજલીબેને નવા વર્ષે ગુજરાતની ઉન્નતી અને સર્વાંગી વિકાસ માટે કરી પ્રાર્થના

ગાંધીનગર ખાતે નૂતન વર્ષ નિમિત્તે શ્રી પંચદેવ મંદિરે શ્રદ્ધાપૂર્વક દર્શન, પૂજન કરી સૌ માટે મંગલ કામના કરી હતી. ગુજરાતની ઉન્નતી અને સર્વાંગી પ્રગતિની પ્રાર્થના કરી હતી.

(5:48 pm IST)
  • મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી શશાંક દિલ્હી રવાના : ચૂંટણી પંચે સમન્સ પાઠવતા નવી દિલ્હી જવા મિઝોરમના મુખ્ય ચૂંટણી અધિકારી એસ,બી શશાંક દિલ્હી દોડ્યા : બિન સરકારી સંસ્થાને શશાંકને હટાવાની માંગ કરી રહ્યાં છે access_time 12:12 am IST

  • દિવાળીના તહેવારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો : 2 દિવસમાં 70 લાખની આવક આજથી લેસર શો શરૂ નવા વર્ષના પ્રથમ દિવસે 20 હજાર પ્રવાસીઓના આગમનનું અનુમાન. આજે 4 વાગ્યા સુધીમાં 16,036 પ્રવાસીઓ નોંધાયા. પ્રવાસીઓના ઘસારાને ધ્યાને રાખી 5 વાગ્યે ટિકીટ કાઉન્ટર કરાયું બંધ. દિવાળીના દિવસે 11,219 પ્રવાસીઓએ લીધી હતી મુલાકાત. નિગમને છેલ્લા 2 દિવસમાં 70 લાખથી વધુની થઇ આવક. પ્રવાસીઓ માટે બસની સુવિધા પણ પડી ઓછી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી લેસર શો કરાયો શરૂ. આજે 6.30 થી 8 વાગ્યા સુધી યોજાશે લેસર શો. access_time 6:42 pm IST

  • મહાગઠબંધન થવું જ જોઈએ :સરકાર કોંગ્રેસના બહારથી સમર્થનથી પણ બની શકે છે :ચંદ્રાબાબુ નાયડુની ગર્ભિત વાણી : નાયડુએ આરોપ લગાવ્યો કે સીબીઆઈ અને આરબીઆઇ સહિતની સંસ્થાઓનો ભાજપની એનડીએ સરકાર નુકશાન પહોંચાડી રહી છે :બેગલુરૂમાં તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એચડી દેવગૌડા અને કુમારસ્વામીની લીધી મુલાકાત access_time 12:57 am IST