Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

અમદાવાદના નારોલ સર્કલ નજીક અજાણી વ્યક્તિએ રિક્ષામાં સવાર યુવાન પર ચપ્પુથી જીવલેણ હુમલો કરતા અરેરાટી

અમદાવાદ:નારોલ સર્કલ પાસે રિક્ષામાં જઇ રહેલા યુવકને અજાણી વ્યકિતએ ચાકુના ઘા મારીને ગંભીર ઇજા પહોચાડી હતી. પોલીસે ખૂનની કોશિષનો ગુનો નોધી તપાસ કરતાં પથારા પાસે રિક્ષા ચાલક ગ્રાહક સાથે બોલાચાલી કરતા હોવાથી ભોગ બનનારા યુવકે તેને ઠપકો આપ્યો હતો, પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે, કે શાહઆલમ દરવાજા પાસે ગર્વમેન્ટ ઓફ કોલોનીમાં રહેતા આસીફ ખુરશીભાઇ પઠાણએ દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે કે તેઓ તા. ૪ના રોજ સવારે નારોલ સર્કલ પાસે પથારા પાથરીને શર્ટ વેચવાનો વ્યવસાય કરતા હતા ત્યારે એક રિક્ષા ચાલક ગ્રાહક સાથે તકરાર કરતો હતો જેથી યુવકે તેને ઠપકો આપતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને દસ મીનીટમે આતા હુ ફીર મે આપકો બતાતા હુ આવી રહીને રિક્ષા ચાલક જતો રહ્યો હતો.

ત્યારબાદ સાંજે સાત વાગે યુવક રિક્ષામાં બેસીને ઘરે જઇ રહ્યા હતા ત્યારે વિઝનેશ પોઇન્ટ કોમ્પલેકસ પાસે કોઈક અજાણી વ્યક્તિએ યુવકને ચાકુ મારીને નાસી ગયો હતો. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:03 pm IST)