Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

અમદાવાદ: ફટાકડા ફોડવાના ત્રણ અલગ અલગ બનાવમાં પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી

અમદાવાદ:શહેરમાં ત્રણ અલગ અલગ બનાવમાં નવરંગપુરા અને શાહીબાગમાં જાહેર રોડ પર ફટાકડા ફોડતા ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.પ્રથમ બનાવની વિગત મુજબ નવરંગપુરા પોલીસ ૬ નવેમ્બરના રોજ રાત્રે નવરંગપુરા બસ સ્ટેન્ડ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક શખ્સ જાહેરમાં ફટાકડા ફોડતો નજરે ચડયો હતો.પોલીસે તેને ઝડપી લઈને તપાસ કરતા તેનું નામ પ્રતાપ ચૌહાણ અને તે વેજલપુરમાં રહેતો હોવાનું જણાયું હતું. નવરંગપુરા પોલીસે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. નવરંગપુરામાં જ સ્ટેડિયમ છ રસ્તા પાસે જાહેરમાં ફટાકડા ફોડતા મનોજ યાદવની પોલીસે ધરપકડ કરી હતી.

(4:53 pm IST)