Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

વડોદરામાં નકલી માર્કશીટ વેચવાના કૌંભાડનો પર્દાફાશ: ૨૫ હજારમાં મળતી હતી ડિગ્રી

41 નકલી માર્કશીટ્સ, પાંચ સર્ટિફિકેટ, 37 રબ્બર સ્ટેમ્પ્સ, કોમ્યૂટર, સ્કેનર, પ્રિન્ટર અને પેન ડ્રાઈવ સહિતની વસ્તુઓ પોલીસે જપ્ત કરી

વડોદરાઃ શહેરમાં નકલી માર્કશીટ વેચવાના કૌંભાડનો પર્દાફાશ થયો છે, જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે (SOG) મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. SOGને માહિતી મળી હતી કે અટલાદરામાં રહેતી ભુશિરા પટેલ નામની મહિલા જરૂરિયાતવાળા લોકોને નકલી માર્કશીટ વેચે છે. આ બાદ પોલીસે તેના ઘર પર રેડ પાડીને નકલી માર્કશીટ અને સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ્સને જપ્ત કરી લીધા છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઈન્સપેક્ટર એચ. એમ ચૌહાણ જણાવ્યું કે, પૂછપરછમાં મહિલાએ જણાવ્યું કે મુકેશ પરમાર નામનો અન્ય વ્યક્તિ ન્યૂ સામા રોડ સ્થિત પોતાના ઘરે ફેક માર્કશીટ બનાવતો હતો. પોલીસે પરમારની ધરપકડ કરી છે અને તેના ઘરેથી મળી આવેલી 41 માર્કશીટ્સ, પાંચ સર્ટિફિકેટ, 37 રબ્બર સ્ટેમ્પ્સ, કોમ્યૂટર, સ્કેનર, પ્રિન્ટર અને પેન ડ્રાઈવ સહિતની વસ્તુઓ સીઝ કરી દીધી છે. પૂછપરછમાં પિનાકિન રાવલનું નામ પણ સામે આવ્યું હતું જેની પણ ધરપકડ કરાઈ છે.

 

(3:56 pm IST)