Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

જાતિવાદ ઝેર ફેલાવ્યા પછી ઉપવાસ કરવાનો શું અર્થ છે

કોંગ્રેસને નાટકીય ઉપવાસ કરવા પડ્યા છે : પંડ્યાઃ ગુજરાતને બદનામ કરવાના કોંગ્રેસના ષડયંત્રના જાળમાં કોંગ્રેસ પોતે ફસાઈ ગઈ છે : ગુનામાં કોંગ્રેસી લોકો પકડાયા

અમદાવાદ, તા. ૧૧: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રક્તા ભરત પડંયાએ જણાયું હતું કે, કોંગ્રેસ જે રીતે ગુજરાત, ગુજરાતની જનતા અને ગુજરાતના નેતૃત્નને બદનામ કરવા માટે વિવિધ ષડયંત્રોની જાળ રચી રહી છે તેાં કોંગ્રેસ જાતે ફસાઈ ગઈ છે. કોંગ્રેસની સો ચારેય બાજુથી ફિટકાર થઇ રહ્યો છે એટલે  જ હવે કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાના ષડયંત્રો ખુલ્લા પડી જતાં સામાજિક દબાણી રાજકીય નાટકીય ઉપવાસ કરવા પડ્યા છે. કોંગ્રેસના આગેાને પહેલા જાતિવાદ, પ્રાંતવાદના હિંસાત્મક ઝેર ફેલાવ્યા પછી ઉપવાસમાં પરપ્રાંતિયના હાથે પાણી દ્વારા પરણાં કરવાનો શું અર્થ છે. કોંગ્રેસના ધારાસભ્યો સભામાં હિંસા ફેલાય તેવા ભાષણો કરે છે અને મિડિયાની બાઇટમાં ડાહી-ડાહી વાતો કરે છે. કોંગ્રેસની બે મોઢાવાળી વાતો ગુજરાતની જનતા સાંભળી રહી છે અને જોઇ રહી છે. પંડ્યાએ કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષના નેતા સામે આક્રમક પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસેથી ગુજરાતની અને સમગ્ર દેશની પ્રજા આજે જવાબ માંગે છે કે, હિંસા ફેલાય તેવા ભાષણો કોણે કર્યા. ધાક-ધમકીઓ કોણે આપી. સોશિયલ મિડિયા પર હિંસા ફેલાય, સમરસતા અને શાંતિનું ગુજરાતનું વાતાવરણ ડહોળાય ેવી પોસ્ટ કોણે મુકી. કોની ધરપકડ કરવાાં આવી છે. આ પ્રકારના તમામ ગુનામાં કોંગ્રેસના લોકો પકડાયા છે તે બધુ જ ગુજરાતની જનતા જોઈ રહી છે. હજુ પણ કોંગ્રેસના ધારાસભ્યોએ લોકોને સળગાવી મુકવા અંગેનું નિવેદન કરીને બતાી દીધું છે. કોંગ્રેસને માત્ર હિંસા ફેલાવવામાં રસ છે તેને ન્યાયતંત્રમાં અને લોકશાહીમાં વિશ્વાસ નથી. પંડ્યાએ કોંગ્રેસની નીતિ અને રીતી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસને ગુજરાત હંમેશા આંખમમાં કણાની જેમ ખુંચે છે. કોંગ્રેસ ગુજરાતની શાંતિ, એકતા અને કિાસમાં અવરોધક છે અને કોંગ્રેસના વિચારો, નિવેદનો અને કાર્યક્રમો ગુજરાતની જનતા ઘાતક છે.

(9:33 pm IST)