Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પાલનપુરમાં અસામાજિક તત્વોનો આતંક: જાહેરમાં અડ્ડો બનાવતા લોકોને હાલાકી

પાલનપુર:માં એક જમાનામાં નગરપાલિકા સંચાલિત શહેરમાં પાંચ  બગીચાઓની ચહલપહલ રહેતી હતી. જેમાં નાના બાળકોથી માંડીને વૃધ્ધો આ બગીચાઓમાં આનંદ માણતા હતા. પાલિકાએ કેટલાક સેવાભાવી સંસ્થાઓને વહીવટ સોંપી દેતા તેની દેખરેખની જાળવણી ન રહેતા બગીચાઓ ફક્ત શોભાના ગાંઠિયા બની ચુક્યા છે.  

પાલનપુરમાં  એક જમાનામાં સિમલાગેટ વિસ્તારમાં ચમનબાગકિર્તીસ્થંભના પ્રાંગણમાં ડેરી રોડ ઉપર જહાંનારા બગીચામાનસરોવર તળાવ અને કૈલાશ વાટિકા  પાલનપુર શહેરની શોભાની શાન ગણાતી  હતી.

એક બગીચો  માનસરોવર તળાવ નજીક ૨૦૦૮માં એક સેવાભાવી સંસ્થાને શહેરની સુખાકારી માટે સંભળાવા માટે આપેલો તેની મુદ્દત ૧૦ વર્ષ બાદ પુર્ણ થઈ જતાં નગરપાલિકો બગીચાની સારસંભાળ ન રાખતા અસ્તિત્વ રહ્યું નથી.

 

(5:33 pm IST)