Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

દહેગામના સાણોદમાં અગાઉ હત્યાના પ્રયાસમાં બે આરોપીને અદાલતે 10 વર્ષની સજાની સુનવણી કરી

 ગાંધીનગર:જિલ્લાના દહેગામ તાલુકાના સાણોદા ગામે ત્રણ વર્ષઅગાઉ મકાન નહીં બનાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ આરોપીઓએ પરિવાર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જે સંદર્ભે દહેગામ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો.

આ કેસ ગાંધીનગર એડી.સેસન્સ કોર્ટમાં ચાલતાં સરકારી વકીલની દલીલોને ગ્રાહય રાખી કોર્ટે બે આરોપી ભાઈઓને હત્યાના પ્રયાસના ગુનામાં દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

  આ કેસની મળતી વિગતો પ્રમાણે જિલ્લાના દહેગામ તાલુકાના સાણોદા ગામે રહેતાં જયેશ ડાહયાભાઈ બ્રાહ્મણીયા, તરૃણ ડાહયાભાઈ બ્રાહ્મણીયા અને ડાહયાભાઈ મુળજીભાઈ બ્રાહ્મણીયાએ ગત તા.ર સપ્ટેમ્બર ર૦૧૫ના રોજ રાત્રે રાવળ વાસ પાસે જગદીશભાઈ મગનભાઈ બ્રાહ્મણીયા અને સનાભાઈ સોમાભાઈ બ્રાહ્મણીયા તથા મગનભાઈ સોમાભાઈ સાથે મકાન નહીં બનાવવા બાબતે બોલાચાલી કરી જીવલેણ હુમલો કર્યો હતો.

(5:33 pm IST)