Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

સુરતમાં સાડીના વેપારી સાથે 17.66 લાખની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:ઘોડદોડ રોડના સાડીના વેપારી પાસથી છ વેપારીએ રૂ. ૧૭.૬૬ લાખની કિંમતની સાડી ખરીદી પેમેન્ટ ન કરતાં પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વિગતો મુજબ ઘોડદોડ રોડ સૂર્યકિરણ એપાર્ટમેન્ટમાં રહેતા ૬૬ વર્ષીય રજનીકાંતભાઈ કુન્દનમલ સોમૈયા રીંગરોડ ટેક્ષ્ટાઈલ ટાવર માર્કેટની દુકાન નં. ૩૦૪૯ માં સાડીનો વેપાર કરે છે. ગત નવેમ્બર ૨૦૧૦ થી દેવીદર્શન સારીઝના નામે વેપાર કરતા બે ભાઈઓ મનીષ-મયુર જગદીશચંદ્ર (રહે. સાંઈ રચના સોસાયટી, અડાજણ) એ દલાલ સુધીરભાઈ ચરખાવાલા (રહે. શિવરચના સોસાયટી, તાડવાડી) મારફતે રૂ. ૧,૯૬,૮૫૧ ની સાડી ખરીદી પેમેન્ટ પેટે જે ચેકો આપ્યા હતા તે રીટર્ન થયા હતા.

તે જ રીતે મુંબઈમાં વેપાર કરતા પિતા-પુત્ર ભૂપેન્દ્ર મગનલાલ શાહ-તેજસ (બંને રહે, વિજય પાર્ક, કાંદીવલી) એ દલાલ વિનોદભાઈ બાબુભાઈ ગોધામી (રહે. સેજલ એપાર્ટમેન્ટ, રાંદેર રોડ) તેમજ હિરેન રમેશકુમાર ઠક્કર (રહે. મંદાકીની એપાર્ટમેન્ટ, શિવ વલ્લભ ક્રોસ રોડ, દહીંસર) મારફતે કુલ રૂ. ૩,૮૪,૭૩૯ ની સાડી ટ્રાન્સપોર્ટમાં મંગાવી પેમેન્ટ પેટે જે ચેક આપ્યા હતા તે રીટર્ન થયા હતા.

(5:31 pm IST)