Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પિતાને પિસ્તોલ બતાવીને કારમાંથી અઢી વર્ષના પુત્રનું રીક્ષામાં અપહરણ

બારડોલીના વણેસા ગામે બની વિચિત્ર ઘટના

બારડોલી, તા.૧૭ : પલસાણા તાલુકાના વણેસા ગામે લુહાર ફળિયામાં રહેતા નિસીત રાજેશભાઈ પટેલ અઢી વર્ષના દીકરા નિવ સાથે ગામ નજીક મોકણા માતાજીના મંદિરે દર્શન કરવા કારમાં નીકળ્યા હતા. માંકણા નહેરના ફાંટા નજીક સામે બે રીક્ષા ઊભી હતી. જેથી યુવાને કાર ઊભી રાખી હતી. આ સમયે રીક્ષામાંથી હીન્દી ભાષી યુવાનો ચપ્પુ અને પિસ્તોલ નિવને ઉઠાવી કોથળામાં ભરી રીક્ષામાં અપહરણ કર્યું હતું. કારની ચાવી દૂર ફેંકી દીધી હતી. નીસીત પટેલ કારમાંથી ઉતરી ચાવી લઈ આવી પીછો કર્યો હતો. મીંઢોળા નદીના પુલ નજીક રીક્ષાને આંબી જતા અપહરણકર્તા પકડાઈ જવાના ડરે કોથળામાં ભરેલા નિવને નદીમાં ફેંકી ભાગી ગયા હતા. પોલીસે તપાસ હાથ ધરી હતી.

શું કારમાં બેઠેલા બાળકનું રીક્ષામાં આવેલા અપહરણકારો અપહરણ કરી શકે? અપહરણકારો ગાડીની ચાવી ગાડી પાસે જ ફેંકી ગયા? અપહરણકારો યુવાનનો મોબાઈલ કારની ડીકીમાં ફેંકી, ડીકીમાંથી કોથળો કાઢી એમાં બાળકને લઈ ગયા? બાળકની બૂમો કોઈએ ન સાંભળી? જ્યાંથી અપહરણ થયું ત્યાંથી નદી સુધી આશરે ૮-૧૦ કિલોમીટર આવવા છતા પોલીસને જાણ ન કરી? બાળકનું અપહરણ કરી જતી રીક્ષાનો પીછો કરતા પિતાએ રીક્ષાને ટક્કર કેમ ન મારી? એવા પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. (૨૪.૪)

(11:44 am IST)