News of Thursday, 12th July 2018

માતર તલુકાના સોખડાની સીમમાંથી ટ્રકને આંતરી 7 લાખના કાર્ટુનની લૂંટ ચલાવી તસ્કરો છનનન...

માતર:તાલુકાના સોખડા સીમમાંથી પસાર થતાં ખેડા બાયપાસ હાઈવે વાત્રક બ્રીજ નજીક ટ્રક આગળ બાર ટાયરવાળી ટ્રક ઉભી રાખી અજાણ્યા ઈસમોએ ટ્રક ડ્રાઈવરને બંધક બનાવી થોડે દૂર ફેંકી દીધો હતો. જ્યારે લૂંટારૂ ટોળકીના અન્ય બે ઈસમો ટ્રકમાં ભરેલ ૭ લાખના કાર્ટુનોની લૂંટ કરી કરી ફરાર થઈ ગયા હતા. 

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ઉત્તરપ્રદેશના ફેતપુર જિલ્લાના કોરાકનક ગામના શીવશંકર રામપ્રતાપ સોનકર (ખટી) અસલાલી ટ્રાન્સપોર્ટમાં ટ્રક ડ્રાયવરની નોકરી કરે છે. શીવશંકર સોનકર ગઈકાલે વહેલી સવારે આઈશર ટ્રક નં. જીજે-૦૧ બીવાય-૫૧૨૩માં સીગારેટ, સાબુ, નુડલ્સ વગેરેના કાર્ટુન ભરી નેશનલ હાઈવે નં. ૮ પરથી પસાર થતો ત્યારે સવારે પાંચ વાગ્યાના સુમારે ખેડા બાયપાસ હાઈવે સોખડા સીમ નવા વાત્રક બ્રીજ ઉતરતો હતો ત્યારે પાછળ એક નંબર વગરની બાર ટાયરવાળી ટ્રક આઈશર ટ્રક આગળ ઉભી રહી હતી. આ ટ્રક ઉભી રહેતા તેમાં બેઠેલા ચાર અજાણ્યા ઈસમો પૈકી ત્રણ ઈસમો ઉતરી આઈશરમાં ચઢી ગયા હતા. અને ટ્રક ડ્રાઈવરને ગડદાપાટુનો માર મારી આંખો તેમજ મોઢાં ઉપર કાળી પટ્ટી બાંધી, હાથ પગે દુપટ્ટો બાંધી બંધક બનાવી ફોરવ્હીલ ગાડીમાં લઈ જઈ અપરહરણ કરી આંતરોલી સીમમાં ફેંકી દીધો હતો. આ લૂંટારૂઓ ટ્રક ડ્રાઈવરના પાકીટમાંથી રૂપિયા ૬૦૦૦ કાઢી લઈ ગયા હતા. જ્યારે બે ઈસમો પૈકી એક ઈસમ આઈશર ટેમ્પો લઈ જઈ તેમાં ભરેલ માલ-સામાન રૂપિયા ૭,૦૦,૦૦૦ની લૂંટ કરી આઈશર ટેમ્પાને રતનપુર ગામના સર્વિસ રોડ ઉપર બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઈ ગયા હતા. લૂંટારૂ ટોળકીનો ભોગ બનેલ ટ્રક ડ્રાયવર કોઈ વાહન મારફતે માતર પોલીસ સ્ટેશને આવ્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી. આ બનાવની જાણ થતાં વિભાગીય પોલીસ અધિકારી તેમજ માતરના પોસઈએ ડ્રાયવરની પૂછપરછ હાથ ધરી હતી. વહેલી સવારે વાહનો અવર-જવરથી ધમધમતા નેશનલ હાઈવે ઉપર બનેલ દીલધડક લૂંટના બનાવના પગલે વાહન ચાલકોમાં ફ્ફડાટ વ્યાપી ગયો છે. 

(5:56 pm IST)
  • રાજકોટ ક્રાઇમ બ્રાંચે મધ્યપ્રદેશના જાંબુવાના ખૂંખાર ડાકૂ રમેશને ઝડપી લીધો : ત્રણ બળાત્કાર, હત્યા સહિતના ગૂનામાં સંડોવણી : ઇનામ પણ જાહેર થયું હતું: બપોરે પત્રકાર પરિષદમાં અપાશે વિગતો access_time 12:22 pm IST

  • સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના આંબેડકર નગર વિસ્તારમાં જુગારઘામ ઝડપાયું:ધાગધ્રા પી આઈ એન.કે વ્યાસે દરોડો પાડીને ગુળદીનો જુગાર રમતા 15 જુગારીઓને ઝડપી પાડ્યા :અંદાજે 6 લાખ નો મુદ્દા માલ જપ્ત: access_time 9:25 pm IST

  • સુરેન્દ્રનગર:પાટડીના ધામા ગામે અજાણ્યા શખ્સ દ્વારા છરી મારી સગીરાની હત્યા: હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર.: ઘટનાની જાણ થતા પીલોસ દોડી : હત્યારાને શોધવા અને હત્યાના કારણ અંગે તપાસ શરૂ access_time 8:01 pm IST