Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

અમદાવાદમાં રખડતા ઢોરને પકડવાની કામગીરીનું ખાનગીકરણ કરાશે

મેગાસિટીમાં રખડતા ઢોરને પકડવાનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને અપાશે

અમદાવાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ રખડતાં કૂતરાંની જેમ ઢોર પકડવાની કામગીરીનું પણ ખાનગીકરણ કરશે મ્યુનિસિપલ સત્તાધીશોના ‘ઓપરેશન રાઉન્ડ ક્લોક'ને હવે લગભગ એક વર્ષ પૂર્ણ થશે. તેમ છતાં રખડતાં ઢોરની સમસ્યા યથાવત્ રહેવા પામી છે. આથી હવે આ કાર્યમાં ખાનગી કોન્ટ્રાક્ટર્સની મદદ લેવામાં આવશે.

   મેગા સિટી અમદાવાદને બારે મહિના ગોકુળિયું ગામ બનાવતાં રખડતાં ઢોરનો ત્રાસ નાગરિકો માટે અસહ્ય બનતો જાય છે. છાશવારે રખડતાં ઢોરની અડફેટમાં આવીને લોકો મૃત્યુના મોંમાં પણ ધકેલાય છે, તેમાં પણ હાલના ચોમાસાના દિવસોમાં તો રખડતાં ઢોરની સમસ્યા માઝા મૂકે છે.

(1:57 pm IST)