Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

કોળી સમાજ કોંગ્રેસ સાથે જોડાયેલા :કુંવારજીભાઈના જવાથી કોળી સમાજના મત ઓછા નહિ થાય ; પુંજાભાઈ વંશ

ગાંધીનગરમાં કોંગ્રેસ તરફી કોંગ્રેસના આગેવાનોની બેઠક યોજાઈ :આગામી રણનીતિ અંગે ચર્ચા વિચારણા

 

ગાંધીનગરમાં સર્કિટ હાઉસમાં કોળી સમાજના કોંગ્રેસના ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા પ્રમુખો તેમજ સંગઠનના મહત્વના હોદ્દોદારોની બેઠક યોઆજી હતી જેમાં કુંવરજીભાઇ સામે એક્શન અને કોળી સમાજને કોંગ્રેસ સાથે જોડી રાખવાની રણનીતિ પર ચર્ચા થઇ હતી તેમ જાણવા મળે છે

 કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય પૂજા વંશે દાવો કર્યો હતો કે ગુજરાતના કોળી સમાજના લોકો હજુ પણ કૉંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે. અને બાવળિયાના ભાજપમાં જવાથી કોળી સમાજના મતો ઓછા નહીં થાય. કુંવરજી ભાઈથી કોળી સમાજ ખૂબ નારાજ છે.

(12:41 am IST)