Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સુરતની ચૌટા બજારમાં ગેરકાયદે દબાણકારોના ત્રાસથી લોકોને હાલાકી

સુરત:ના ચૌટા બજાર વિસ્તારમાં મ્યુનિ.ના રોડ પર ગેરકાયદે દબાણ કરવાનો ત્રાસ દૂર નથી થતો ત્યાં રાંદેર વિસ્તારમાં પણ આવો જ ત્રાસ શરૂ થયો છે. રાંદેરના કોઝવે વિસ્તારમાં સીટી બસ માટે બનાવેલા બસ સ્ટન્ડ પર ગેરકાયદે દબાણ કરનારાઓએ કબ્જો જમાવી દીધો છે.

કોઝવે રોડ પર ગેરકાયદે દબાણ કરી ધંધો કરનારા માથાભારે તત્વોએ બસ સ્ટન્ડમાં જ ગેરકાયદે દબાણ ઉભુ કરી દીધુ છે. અહી પણ ચૌટા બજારની જેમ માથાભારે તત્વો હોવાથી મ્યુનિ. તંત્ર આવા ગેરકાયદે દબાણ હટાવી શકતી નથી.

સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં રાંદેર કોઝવે વિસ્તારમાં મ્યુનિ.ના રોડ પર ગેરકાયદે દબાણ કરનારાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આ વિસ્તારમાં નોનવેજનું વેચાણ કરનારા સાંજ બાદ અડધો રોડ પર દબાણ કરી દે છે. જેના કારણે ટ્રાફિકની ભારે સમસ્યા ઉભી થાય છે. ઉપરાંત આ જ વિસ્તારમાં જાહેર રોડ પર કેટલાક લોકો કપડાનો ધંધો કરે છે.

(6:09 pm IST)