Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ધરમપુરમાં કુંવારી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી શિક્ષક રંગરેલિયા મનવાતો પત્નીના હાથે ઝડપાયો

ધરમપુર:ધરમપુરના એક ગામમાં પરિણીત શિક્ષકે ગામની જ કુંવારી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતો. દરમિયાન તેની પત્ની અને પરિવારજનોએ તેને ઝડપી પાડી મેથીપાક ચખાડયો હતો. હાલ આ ઘટના તાલુકામાં ચર્ચાને ચકડોળે ચડી છે.

ધરમપુર તાલુકાના લાકડમાળને અડીને આવેલા એક ગામમાં શિક્ષક પિતા અને ઘરરખ્ખુ માતા સાથે રહેતો તિમિર (નામ બદલ્યું છે) હાલમાં રહેઠાણવાળા ગામની નજીકમાં જ આવેલા એક ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. બારેક વર્ષ પહેલાં ગામમાં રહેતી જીનલ (નામ બદલ્યું છે) નામની ૧૮ વર્ષીય યુવતી સાથે આંખો મળી જતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. તિમિરે પત્ની જીનલને અંધારામાં રાખીને તેના જ ગામના અન્ય ફળિયામાં રહેતી રિંપલ (નામ બદલ્યું છે) નામની ૨૫ વર્ષીય કુંવારી યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. અને તેની સાથે રંગરેલિયા મનાવતો હતો. આ અંગેની વાત ઊડતી-ઊડતી પત્ની જીનલના કાને પહોંચી ત્યારે તિમિરે વાતને ખોટી કહી વાતને ઉડાવી દીધી હતી.

જેથી પત્નીએ તેના માતા-પિતા સહિતના પરિજનોને ગત રવિવારે વોચ ગોઠવાતા શિક્ષક તેની પ્રેમિકા રિંપલના ઘરેથી ઝડપાઈ ગયો હતો. રોષે ભરાયેલા જીનલના પરિજનોએ રંગીલા શિક્ષકની બરાબર ધોલધપાટ કરી હતી. આ અંગે જીનલના પિતાએ શિક્ષક વિરુદ્ધ લેખિત ફરિયાદ પણ કરી હતી.

(6:09 pm IST)