Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

અમદાવાદના વસ્ત્રાપુરમાં લિફ્ટમાં યુવતીની છેડતી કરી યુવકે અઘટિત માંગણી કરતા ચકચાર

અમદાવાદ:માં યુવતીઓ સાથે શારીરિક અડપલાં હોય કે પછી બળાત્કાર જેવા ગંભીર ગુન્હા હોય તે દિન પ્રતિ દિન વધી રહ્યા છે. અને એ પણ અમદાવાદના પોશ વિસ્તારોમાં.

યુવતી સાથેની છેડછાડ શહેરના પશ્ચિમ વિસ્તારના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં સામે આવી છે. અહીં યુવતી સાથે બિલ્ડિંગની લિફ્ટમાં છેડતી કરવામાં આવી છે.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 10 જુલાઈના રોજ એક યુવતી દ્વારા ફરિયાદ નોધાવવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ઘટના ગુરૂકુલ વિસ્તારમાં આવેલા ઓક્ષફોર્ડ ટાવરની છે. જેમાં યુગતી રવિવારના રોજ બપોરે જ્યારે તે ભોજન લઈને પોતાના ઘરે પરત આવી હતી. બપોરે આશરે 2 વાગ્યાની આસપાસનો સમય હતો. તે સમયે લિફ્ટની અંદર ગઈ અચાનક એક અજાણ્યો યુવક લિફ્ટમાં આવી પહોંચ્યો અને યુવતી સાથે શારીરિક છેડછાડ કરવા લાગ્યો.

એટલું જ નહીં તે યુવતી સાથે અભદ્ર માગણી પણ કરવામાં આવી. આ બનાવ ગુરુકુલ વિસ્તારનો છે કે જ્યાં રોજનાહજારો લોકોની દિવસે અવર જવર હોય છે. ઓક્ષફોર્ડ ટાવરની આ ઘટના છે. યુવતી એ પોતાને બચવા માટે જ્યારે બુમાબુમ કરી તો તે યુવક ત્યાંથી નાશી ગયો. જોકે આ યુવક સીસીટીવી કેમેરામા કેદ થઈ ગયો.. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(6:08 pm IST)