Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીની 246મી રથયાત્રાની જોરશોરથી તૈયારી શરૂ

ડાકોર:ખાતે રણછોડરાયજીની ૨૪૬મી રથયાત્રા નિકળશે.જેની પૂર્વ તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. રણછોડરાયજી સોના-ચાંદીના રથમાં નગરનુ પરીભ્રમણ કરશે.

 


ડાકોરના ઠાકોરની શાહી સવારી નગરચર્ચા માટે નિકળશે.જેમાં સૌ પ્રથમ હાથીદાંત ના અલંકાર થી સજ્જ રથમાં મંદિર પરીસરમાં ફેરવવામાં આવશે.ત્યાર બાદ નગરના વિવિધ સ્થળોએ યાત્રા નિકળશે.જેને લઇને નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નીજ મંદિર દ્વારા પણ તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.આ ૨૪૬મી રથયાત્રામાં લાલજી મહારાજની સવારીની તૈયારીઓ પૂર્ણતાને આરે છે.રણછોડરાયજીનો રથ વર્ષમાં એક વાર ઉપયોગમાં લેવાતો હોવાને કારણે કારીગરો દ્વારા તેને યોગ્ય રીતે મરમંત કરવામાં આવી રહ્યો છે.રથયાત્રા દરમ્યાન રણછોડરાયજી બે રથો ઉપરાંત હાથી,ધોડા અને પાલખીમાં સવારી કરી નગર ચર્ચા કરશે.

રથયાત્રાની શરૃઆત આશરે ૯:૧૦ થી ૧૦:૪૦ ના સમયગાળા દરમ્યાન થશે.અષાઢ મહિનામાં નિકળતી આ રથ યાત્રામાં લાખો ભાવિક ભક્તો,શ્રધ્ધાળુઓ દર્શનનો લાભ લે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.મંદિર કમિટી દ્વારા સમગ્ર રથયાત્રા દરમ્યાન પાણી,ફણગાવેલા મગ,ઠંડી છાસ,પુરી-શાક,ગાંઠીયા,ઠંડા શરબત ની વ્યવસ્થા કરવામાં આવી છે.જ્યારે મહેમદાવાદ અને નડિયાદ ખાતે પણ ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ તૈયારી પૂર્ણતાને આરે છે.

(6:07 pm IST)