Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

લીમખેડાની હડફ નદીમાં ન્હાવા પડેલ ત્રણ મિત્રો પૈકી એકનું મોત નિપજતા અરેરાટી

લીમખેડા:લીમખેડામાં હડફનદીમાં ન્હાવા પડેલા પાલી ગામનાં ૨૩ વર્ષિય આશાસ્પદ યુવકનું નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

પાલ્લી ગામે આવેલા માવી ફળીયામાં રહેતો ભોપત સકરીયાભાઇ માવી (ઉ.૨૩) આજે મંગળવારે સાંજે તેના અન્ય બે મિત્રો સહીત ત્રણેય જણા હડફનદીમાં આડબંધ પાસે ન્હાવા પડયા હતાં.


દરમિયાન ભોપત માવી નદીનાં પાણીનાં પ્રવાહમાં તણાઇ જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થતાં ડૂબી જવાથી કરૃણ મોત નિપજ્યું હતું. મૃતકની લાશને સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

(6:07 pm IST)