Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

એલસીબી ખેડા પોલીસે પાપડની ફેક્ટરીમાંથી 2.82 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

ખેડા:એલ.સી.બી. ખેડા પોલીસે આજે વહેલી સવારે ઉત્તરસંડા પાપડની ફેક્ટરી પાછળ આવેલ ઓરડીમાંથી વિદેશી દારૂ રૂપિયા ૨,૮૨,૬૦૦ના જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ પિતા અને બેે દીકરાઓ પૈકી પિતા ઝડપાઈ ગયા હતા. જ્યારે આરોપી બે દીકરા ફરાર થઈ ગયા હતા. 

 


એલ.સી.બી. ખેડા પોલીસ ગઈકાલે રાત્રે ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન વહેલી સવારે મળેલ માહિતી આધારે ઉત્તરસંડા પાપડ ફેક્ટરી પાછળ આવેલ ઓરડીમાં દરોડો પાડતા પરપ્રાંતના વિદેશી દારૂની બોટલો નં.૬૩૮ કિંમત રૂપિયા ૨,૫૮,૬૦૦નો તેમજ બીયર ટીન નં. ૨૪૦ કિંમત રૂપિયા ૨૪૦૦૦નો મળી કુલ રૂ.૨,૮૨,૬૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ શીવાભાઈ ગોરધનભાઈ ડાભીને ઝડપી પાડ્યા હતા જ્યારે બે દીકરા પ્રવિણભાઈ શીવાભાઈ ડાભી તથા અશોક ઉર્ફે લોટીયો શીવાભાઈ ડાભી નાસી ગયા હતા. ચકલાસી પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(6:03 pm IST)