Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

પરેશભાઇ ધાનાણીએ ગામડાનો અનુભવ કામે લગાડી ઝેરી સાપને પકડી લીધો

રાજકોટ, તા., ૧૧: વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને આજે અત્યંત ઝેરી રસેલ્સ વાઇપર (ખડચીતરો) સાપ આવી ચડયો હતો.  ત્યારે પરેશભાઇ ધાનાણીએ આ સાપને ગામડાના અનુભવને કામે લગાડીને પકડી લીધો હતો. પરેશભાઇના આ સાહસથી તેમનો સ્ટાફ પણ અચંબામાં મુકાઇ ગયો હતો. પરેશભાઇ ધાનાણી સાપ પકડવાનો શોખ ધરાવે છે. તેવું તેમના સ્ટાફને પછી ખબર પડી હતી. આ સાપને નજીકના નિર્જન જગ્યાએ છોડી મુકવામાં આવ્યો હતો. તસ્વીરમાં પરેશભાઇ ધાનાણી સાપ પકડતા નજરે પડે છે.

(5:13 pm IST)