Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

દક્ષિણ ગુજરાતમાં અનરાધારઃ બારડોલી ૬, ચીખલી-બેટગામ-નવસારીમાં વધુ ૪ ઇંચ

હવામાન ખાતાની આગામી પ દિવસમાં અતિ ભારે વરસાદની આગાહી

 વાપી તા.૧૧: હવામાન ખાતાની આગાહી જાણે સાચી ઠેરવતા હોય તેમ મેઘરાજા આજે સવારથી દ. ગુજરાતમાં અનરાધાર હેત વરસાવતા માત્ર ૪ કલાકમાં ૧ થી ૬ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર આજે સવારે ૮ વાગ્યાથી લઇ બપોરના ૧૨ વાગ્યા સુધીમાં વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડાને જોઇએ તો...

બારડોલી ૧૪૩ મી.મી., ચીખલી ૧૦૧ મી.મી., ખેરગામ ૧૦૦ મી.મી., નવસારી ૮૨ મી.મી., ધરમપુર ૮૦ મી.મી., જલાલપુર ૬૮ મી.મી., અને વધઇ ૬૪ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

ઉપરાંત ગણદેવી પંથકમાં ૬૦ મી.મી., વાસંદા ૫૬ મી.મી., માંડવી ૫૦ મી.મી., ડોલવલ ૪૭ મી.મી., કપરાડા ૪૩ મી.મી., મહુવા અને પલસાણા ૩૭-૩૭ મી.મી. તો વલસાડ ૩૪ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે વાપી જિલ્લાના વ્યારા પંથકમાં ૩૩ મી.મી., પારડી ૨૭ મી.મી., આહવા ૨૬ મી.મી., વાપી ૨૪ મી.મી., વાલોળ ૨૩ મી.મી., ચોર્યાસી ૧૮ મી.મી., વાધરા ૧૪ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે સુરત સીટીમાં ઘેરાયેલા વાતાવરણ અને મેઘરાજાના આડંબર વચ્ચે પણ ૧૪ મી.મી. વરસાદ નોંધાયેલ છે, માંગરોળ ૧૩ મી.મી., કામરેજ ૧૧ મી.મી. અને ગલતેશ્વર ૧૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે.આમ રાજયમાં દક્ષિણ ગુજરાત ને બાદ કરતા અન્ય વિસ્તારોમાં ૪-૫ તાલુકામાં જ હળવો વરસાદ નોંધાયો છે. ૧૨-૪૫ કલાકે દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ ચાલું છે. (૧.૧૯)

(3:55 pm IST)