Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

નવસારીમાં દે ધનાધન :અનરાધાર વરસાદથી શાળાઓમાં રજા જાહેર : અંડરપાસ, વોકળા અને ઘરોમાં પાણી ભરાયા

નવસારીમાં રાતભર ભારે વરસાદ વરસ્યો છે અને આજે સવારે પણ ભારે વરાસદ વરસી રહ્યો છે. નવસારીમાં સાત ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી જોવા મળી રહ્યુ છે. ભારે વરસાદને પગલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.

 નવસારી તાલુકા, જલાલપોર તાલુકા અને નવસારી નગર પાલિકા વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને લઈને અંડરપાસ, વોકળામાં પાણી ભરાયા છે. તો સાથે જ લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

(1:30 pm IST)