Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

પંચમહાલના શહેરામાં મોડીરાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ :રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં

પંચમહાલના શહેરામાં ફરી મેઘરાજાએ મહેર વરસાવી છે. દિવસભરના બફારા અને ઉકાળાટ વચ્ચે મોડી રાતે શહેરામાં ભારે વરસાદ વરસ્યો હતો.રસ્તાઓ પરથી નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા હતા. બે દિવસના વિરામ બાદ મેઘારજાની પધરામણીથી ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. શહેરામાં વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો

(1:13 pm IST)