Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

રાજ્યના છેલ્લા 24 કલાકમાં 137 તાલુકાઓમાં વરસાદ :નવસારી,સુરતના મહુવા,જલાલપોરમાં સાત ઈંચ ખાબક્યો :

વલસાડ,હાલોલ,અને તાલાલામાં પાંચ ઇંચ,ઉમરગામમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો

ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું છે છેલ્લા ર૪ કલાકમાં રાજયના ૧૩૭ તાલુકાઓમાં વરસાદ  નોંધાયો છે. સૌથી વધુ નવસારીમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરતના મહુવામાં પણ સાત ઇચ વરસાદ પડ્યો છે. નવસારીના જલાલપોરમાં પણ સાત ઇંચ.તો વલસાડમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે

 . પંચમહાલના હાલોલમા પણ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. તો સોરઠમાં ગીર સોમનાથના તલાળામાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે કે ઉમરગામમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. ઉમરગામમાં આ સીઝનનો ૬૪ ઇંચ વરસાદ પડ્યો છે.

(1:06 pm IST)