Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સિસ્ટમ્સ સક્રિય ન થતાં આ વખતે હજુ સુધી સૌરાષ્ટ્ર- ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માહોલ જામ્યો નથી

આજે અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની પ્રબળ સંભાવના

અમદાવાદ,તા.૧૧ : મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડતાં હવે ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં વરસાદ પડે તેવી લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. બંગાળની ખાડીમાં સર્જાતુ લો-પ્રેશર ગુજરાતમાં વરસાદ લાવે છે.લો-પ્રેશરની સિસ્ટમ ઓરિસ્સા, છત્ત્।ીસગઢ, મધ્યપ્રદેશ,  રાજસ્થાન થઇને ઉત્ત્।ર ગુજરાત અને મધ્ય ગુજરાત પહોંચે છે. પરંતુ, આ વર્ષે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય ન થતાં વરસાદ દેશનાં ઉત્ત્।ર ભાગમાં ખેંચાતા દક્ષિણ ગુજરાત સિવાય ગુજરાતનાં અન્ય ભાગોમાં વરસાદ પડ્યો નથી. પરંતુ, મુંબઇ અને દક્ષિણ ગુજરાત પર સર્જાયેલું સીઅરઝોન મધ્ય અને ઉત્ત્।ર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેથી આજે ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખેંચી લાવશે.

દક્ષિણ ગુજરાત સિવાય ગુજરાતનાં અન્ય ભાગોમાં વરસાદ માટે લો-પ્રેશરની સિસ્ટમ સક્રિય ન થતાં વરસાદ પડ્યો નથી. ત્યારે હવે રાજયમાં મોન્સૂન એકિટવ થતાં આગામી પાંચ દિવસો દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવાથી ભારેથી અતિભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યકત કરી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ, મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં સેરઝોન (પૂર્વ-પશ્ચિમ)નાં પવનોને કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વરસાદ માટે બંગાળની ખાડીનું લો-પ્રેશર જવાબદાર હોય છે, આ વખતે લો-પ્રેશર સક્રિય ન થતાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્ત્।ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હોવા છતાં વરસાદ પડ્યો નથી. પરંતુ, આજે અમદાવાદ સહિત રાજયના મોટાભાગનાં વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડવાની પ્રબળ શકયતા છે.

આજે ગુજરાત-સૌરાષ્ટ્રમાં અને વલસાડ, નવસારી,  તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દમણમાં ભારેથી અતિભારે વરસાદ. ૧૨ જુલાઇ- બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, વલસાડ, નવસારી, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં ભારેથી અતિ ભારે વરસાદ.૧૩ જુલાઇ - ભારેથી અતિભારે વરસાદ- વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી. ભાર વરસાદ- સાબરકાંઠા, અરવલ્લી અને સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ અને દીવ. ૧૪ જુલાઇ - ભારે વરસાદ - બનાસકાંઠા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ગીર.૧૫ જુલાઇ - ભારે વરસાદ- દક્ષિણ વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી.

(12:26 pm IST)