Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સમગ્ર વિશ્વમાં વ્યાપારી કોમ તરીકે સુવિખ્યાત ગુજરાતીઓ નવો વ્યવસાય શરૂ કરવામાં પાંચમા ક્રમે ધકેલાયા : ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ લિસ્ટમાં આંધ્રપ્રદેશ પ્રથમ ક્રમે

ન્યુ દિલ્હી:   સમગ્ર વિશ્વમાં વ્યાપારી કોમ તરીકે સુવિખ્યાત ગુજરાતીઓ નવો વેપાર શરૂ કરવામાં પાંચમા ક્રમે ધકેલાઈ ગયા છે.દેશમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ લિસ્ટમાં ગુજરાત ત્રીજા ક્રમેથી પાંચમા ક્રમે આવી ગયું છે.જયારે આંધ્ર પ્રદેશ પ્રથમ સ્થાન ઉપર છે.

તેલંગણા બીજા સ્થાને છે. જે બાદ ક્રમશઃ હરિયાણા, ઝારખંડ, ગુજરાત, છત્તિસગઢ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાન આવે છે. ગુજરાતનો ક્રમાંક છેટ પાંચમા નંબરે છે. ઈઝ ડુઇંગ બિઝનેસ લિસ્ટમાં આવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચનોને દેશના માત્ર 7 રાજ્યોએ જ લાગુ કર્યા હતા અને તે પણ માત્ર 50% જેટલા જ. બીજી વર્ષે 18 રાજ્યોએ આ સૂચનો પોતાના રાજ્યમાં લાગુ કર્યા અને આ વર્ષે 21 રાજ્યો એવા છે જેમણે આ સૂચીમાં સ્થાન મળ્યું છે.

2/4ગુજરાતનું સતત બીજ વર્ષે પણ નબળું પ્રદર્શન

ગત બજેટમાં સરકારે આ માટે 371 એક્શન પોઈન્ટ તૈયાર કર્યા હતા. જેને રાજ્યોએ મિશન મોડમાં આવીને પૂરા કરવાના હતા. 2017માં પણ આંધ્રપ્રદેશ અને તેલંગણા બંનેએ ટોપ સ્થાન મેળવ્યું હતું. જ્યારે ગુજરાત ત્રીજા સ્થાને હતું. આ વખતે આંધ્ર પ્રદેશે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે પણ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ જેવી સમમોટી ઈવેન્ટો કરવા છતા આ લિસ્ટમાં ગુજરાત સતત પાછળ જઈ રહ્યું છે. એક જ વર્ષમાં ગુજરાત 3 પરથી 5માં સ્થાને પહોંચી ગયું છે.

(11:41 am IST)