Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ફી વધારા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ:કાલે સુનાવણી

રાજકોટની એસ.એન.કે. - મોદી - પાઠક - ધોળકિયા, શક્તિ સ્કૂલ,ક્રિષ્ના સ્કૂલ,પાઠક સ્કૂલ,તથા નેસ્ટ સ્કૂલ વિગેરે સ્કૂલો સામે સુપ્રીમ કોર્ટના હુકમના અનાદર સબબ એડવોકેટ સંજય પંડ્યાએ દાખલ કરી કન્ટેમ્પ્ટ પિટિશન;કાનૂની લડાઈ માટે આગેવાનો દિલ્હી પહોંચ્યા

રાજકોટ:શૈક્ષણિક શાળાઓ દ્વારા ફી મામલે વાલીઓ અને સરકાર સાથે બેઠક અનેર ત્યારબાદ ફી નિયમન થયા પછી પણ કેટલીયે શાળાઓએ હજુ ફી નિયમન માટે સંબંધિત ફી નિયમન સમિતિ (એફ.આર.સી.) સમક્ષ હજી સુધી પોતાની શાળાના ફી નિયમન અંગેની દરખાસ્ત કરી નથી ત્યારે સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરેલ છે.

  એડવોકેટ સંજય પંડ્યાએ પિટિશન દાખલ કરી છે  રાજકોટની એસ.એન.કે. - મોદી - પાઠક - ધોળકિયા વિગેરે સ્કૂલો સામે સુપ્રીમ કોર્ટના હુકમના અનાદર સબબ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ.કરી છે જેની આવતી કાલે સુનાવણી થનાર છે

  અરજદાર સંજય પંડ્યાએ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી છે ત્યારે ફી વધારા મુદે રાજદીપસિંહ જાડેજા , નીતિન ભંડેરી તથા શિક્ષણ સમિતિના સભ્ય મુકેશ ચાવડા સહિતના કોંગી અગ્રણીઓ સંજય પંડ્યા સાથે કાનુની લડાય માટે દેલ્હી પહોંચ્યા છે.

 પિટિશનમાં અરજદારે જણાવ્યા મુજબ  રાજકોટના એડવોકેટ સંજય હરગોવિંદભાઈ  પંડ્યાએ શહેરની અમુક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો વિરુદ્ધ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે જેમાં નામદાર કોર્ટના તારીખ 1 ફેબ્રુઆરી 2018ના હુકમનો અનાદર થયો હોવાનું જણાવ્યું છે

જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો તથાતેના સંચાલકો વિરુદ્ધ પિટિશન કરવામાં આવી છે તેમાં મોદી સ્કૂલ,ધોળકિયા સ્કૂલ,એસ,એન,કે,સ્કૂલ,શક્તિ સ્કૂલ,ક્રિષ્ના સ્કૂલ,પાઠક સ્કૂલ,તથા નેસ્ટ સ્કૂલનો સમાવેશ થાય છે

  એડવોકેટ પંડ્યાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલી પિટિશનમાં જણાવાયા મુજબ નામદાર કોર્ટના 1 ફેબ્રુઆરી 2018ના રોજ આદેશ મુજબ ખાનગી સ્કૂલોએ ફી માળખું જાહેર કરી દેવાનું છે તથા નક્કી કરાયેલ ફી કરતા કોઈપણ સંજોગોમાં વધુ ફી લેવાની નથી પરંતુ નામદાર કોર્ટના આદેશનો ઉપરોક્ત સ્કૂલો દ્વારા અમલ કરાયો નથી

  ગુજરાત સરકારે 28મી ફેબ્રુઆરી 2018ના રોજ ગેજેટમાં જાહેર કર્યા મુજબ પ્રાઈમરી સ્કૂલ માટે 15 હજાર રૂપિયા સેકેન્ડરી તથા હાયર સેકેન્ડરી સ્કૂલો માટે 25 હજાર રૂપિયા (સામાન્ય પ્રવાહ )તથા સાયન્સ પ્રવાહ માટે 30 હજાર રૂપિયા ફી નક્કી કરાઈ છે આના કરતા વધુ ફી કોઈ સ્કૂલ લઇ શકે નહીં

તેમ છતાં ઉપર દર્શાવેલ સ્કૂલો ફી રેગ્યુલેશન કમિટી ની મંજૂરી લીધા વિના નક્કી કરાયેલ ફી કરતા વધુ ફી લ્યે છે જેના પુરાવા રૂપે ધોળકિયા સ્કૂલ તથા મોદી સ્કૂલ દ્વારા લેવાયેલ ફી ની પહોંચની નકલ સાથે સામેલ છે

   પિટિશન દાખલ કરનાર અરજદારનો પુત્ર શિવમ પડ્યા રાજકોટની મોદી સ્કૂલમાં અભ્યાસ કરે છે જેની પાસેથી વસુલ કરાયેલ ફી ની પહોંચની નકલ સાથે સામેલ છે જે રકમ નિયત ફી કરતા વધુ છે

તેમ ઉપરોક્ત પ્રતિવાદી સ્કૂલો દ્વારા લેવાતી નિયત રકમ કરતા વધુ ફી નામદાર કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે જે માટે યોગ્ય કરવા અરજદારની પ્રાર્થના છે

(9:41 am IST)