Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

વડોદરામાં રોડ ઉપર કારમાંથી વિદેશી દારૂની પેટી પડી જતા લોકો બોટલો લૂંટી ગયા

ન્યુ વી,આઈ,પી,રોડ ઉપર દારૂની કેટલીક બોટલો ફૂટી જતા રેલમછેલ :હાથમાં જે આવીને તે લઈને લોકો રવાના થયા

વડોદરામાં આજે ન્યુ વી.આઇ.પી. રોડ ઉપર કોઇની વિદેશી દારૂ ભરેલી પેટી પડી જતાં દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. કેટલાંક લોકો પોલીસ આવે તે પહેલાં દારૂની બોટલો પણ લૂંટી ગયા હોવાની વિગતો જાણવા મળી હતી.

  મળતી વિગત મુજબ  શહેરના ન્યુ વી.આઇ.પી. રોડ ઉપરથી પસાર થઇ રહેલી કારમાંથી કોઇની વિદેશી દારૂની પેટી પડી ગઇ હતી. દારૂની પેટી રોડ ઉપર પડતાજ દારૂની કેટલીક બોટલો ફૂટી જતાં દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. તે સમયે પસાર થતાં લોકો પૈકી કેટલાંક લોકોએ દારૂની બોટલો જોતા ઉભા રહી ગયા હતા. અને હાથમાં જે બોટલ આવે તે લઇને રવાના થઇ ગયા હતા.

(10:29 pm IST)