Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

કરજણ નજીકથી પોલીસે પીછો કરીને વિદેશી દારૂના જથ્થા સાથે કાર ઝડપી

કરજણ ટોલનાકા ટ્રેક નંબર બે નું બેરિયર તોડી ચાલકે ગાડી વડોદરા તરફ હંકારી મુકતા પોલીસે ખાનગી વાહનમાં પીછો કર્યો

વડોદરા :કરજણ નજીકથી પોલીસે એક કાર નો પીછો કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો એ.પી.ગઢવી ઇન્ચાર્જ પો ઇ ને બાતમી મળેલી કે એક મારૂતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર GJ – 01 RX 6119 ભરૂચ તરફથી વડોદરા તરફ અાવનાર છે બે પંચોના માણસો સાથે બોલાવી પંચોને બાતમીની હકિકતથી વાકેફ કરી દરમિયાન સદર બાતમીવાળી સ્વિફ્ટ ડિઝાયર ગાડી કરજણ ટોલનાકાના ટ્રેક નંબર બે ઉપર અાવતા બેટરીના પ્રકાશથી ઉભી રાખવા પ્રયત્ન કરતા સદર સ્વિફ્ટ ડિઝાયર ગાડીના ચાલકે પોતાની ગાડી કરજણ ટોલનાકા ટ્રેક નંબર બે નું બેરિયર તોડી ચાલકે પોતાની ગાડી વડોદરા તરફ હંકારી મુકી હતી.

જે ગાડીનો ખાનગી વાહનથી પીછો કરી તેને ઝડપી પાડી જેમાં તપાસ કરતા પરપ્રાંતિય વિદેશી દારૂની કાચની બોટલ ૭૫૦મિ લી ની નંગ ૩૮૪ કિંમત એક લાખ ચોસઠ હજાર ચારસો તથા મારૂતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ગાડી કિંમત પાંચ લાખ તથા મોબાઇલ નંગ ૨ કિંમત એક હજાર મળી કુલ છ લાખ પાસઠ હજાર પાંચસોનો મુદ્દામાલ મળી આવતા પોલીસે તે કબ્જે કરી આ અંગે કરજણ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી અારંભી છે

(10:32 pm IST)