Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

રાજ્યમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સ્ટ્રોંગ :દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના:આગામી ચાર દિવસમાં મેઘરાજા સટાસટી બોલાવશે

 

અમદાવાદ :ગુજરાતની આસપાસ સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સ્ટ્રોંગ થઈ છે. જેથી રાજ્યમાં વાવણી લાયક શ્રીકાર વર્ષા થશે તેમ હવામાન વિભાગની આગાહી છે

   જોકે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના આકાશમાં અત્યારે સર્જાયેલી સિસ્ટમથી કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આગાહી થઈ છે. માછીમારોને દરિયો ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. અાગામી 4 દિવસ ભારે વરસાદની અાગાહી અાપવામાં અાવી છે.

(11:11 pm IST)