Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

આણંદમાં કૂતરાની ખરીદી બાબતે બોલાચાલી બાદ મિત્રએ કરી મિત્રની ઘાતકી હત્યા: લાશને ફેંકી દીધી

 

આણંદમાં એક મિત્રએ બીજા મિત્રને એક નાની વાતમાં હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ હત્યા શ્વાનની ખરીદી વખતે થઇ હોવાનું બહાર આવ્યું છે.

 

 આણંદની ગણેશ ચોકડી પાસે રેલવેના ઓવરબ્રિજ નીચે યુવકની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું છે.જયારે યુવક શ્વાનની ખરીદી કરવામાં માટે મિત્ર પાસે જાય છે તે સમયે કોઈ નજીવી વાતે બોલાચાલી થઇ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને મિત્રો વચ્ચે પહેલા મારામારી થઇ પછી યુવકની ઘાતકી રીતે હત્યા કર્યા હોવાનું બહાર આવ્યું છે.

 

 એવું પણ બહાર આવ્યું છે કે યુવકની હત્યા કરીને વેપારીએ ગણેશ ચોકડી પાસે રેલવેના ઓવરબ્રિજ નીચે ફેંકી દીધો હતો, હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે.

(12:36 am IST)