Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક

બિનઅનામત વર્ગનાં સંદર્ભ તથા તેમનાં લાભ માટે ચર્ચાહાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસ આંદોલન અંગે પણ વિમર્શ;વરસાદ અને વાવણીની સ્થિતિની સમીક્ષા કરાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં નીતિ વિષયક બાબતો સહિત યોજનાઓનાં અમલીકરણ પર ચર્ચા વિચારણા થશે આ ઉપરાંત બિનઅનામત વર્ગનાં સંદર્ભ તથા તેમનાં લાભ માટે ચર્ચા કરવામાં આવશે.

 આ સાથે હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસ આંદોલન અંગે પણ વિમર્શ કરવામાં આવશે. આ ઉપરાંત આજની બેઠકમાં રાજ્યભરનાં વરસાદની સ્થિતિ, વાવણી સહિત કૃષિનાં અન્ય મુદ્દાઓને પણ આવરી લેવામાં આવશે. તો વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારીઓને લઈને પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.

(9:40 am IST)