Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

અમદાવાદમાં ૧ કરોડની જૂની ચલણી નોટો સાથે મહિલપાલસિંહ ગઢવી અને અમૃતલાલ નિમાવતની ધરપકડ

અમદાવાદઃ અમદાવાદનાં ચાંદખેડામાંથી અંદાજીત રૂ.1 કરોડની જૂની ચલણી નોટો ઝડપાઈ છે. બાતમીનાં આધારે સ્પેશિયલ ક્રાઈમ બ્રાંચની ટીમે રૂ.99 લાખ અને 8 હજારની જૂની ચલણી નોટો ઝડપાઇ છે. જૂની નોટો સાથે 2 આરોપીઓ સહિત ઈકો ગાડી ઝડપાઈ છે.

ડ્રાઈવર મહિપાલસિંહ ગઢવી અને મુખ્ય આરોપી અમૃતલાલ નિમાવતની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં વારંવાર જૂની ચલણી નોટ ઝડપાતાં અહીં અનેક પ્રકારનાં સવાલો ઉભા થાય છે. ગુજરાતમાં જૂની ચલણી નોટ કયાંથી આવે છે. અમદાવાદનાં ચાંદખેડામાં આવી ચલણી નોટો આખરે કયાંથી આવી. ચાંદખેડામાં રૂ.1 કરોડની જૂની ચલણી નોટ કેવી રીતે આવી.

રૂ.1000નાં દરની ચલણી નોટો કયાંથી આવી. શું હજુ ગુજરાતમાં જૂની ચલણી નોટો છુપાયેલી છે. શું જૂની નોટનો હજુ કોઇ વહીવટ થતો હશે. શું હજુ ગુજરાતમાં જૂની ચલણી નોટોનો વહીવટ થાય છે. જૂની ચલણી નોટો ઘુસાડવામાં આખરે કોનો હાથ છે. જેવાં અનેક પ્રકારનાં સવાલો ઉભા થાય છે.

(5:45 pm IST)