Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રામાં હાઇ રીઝોલ્યુશનવાળા કેમેરા સાથેના ઇઝરાયલી હિલિયમ બલૂનનો ઉપયોગ કરાશેઃ ૧પ૦૦ ફુટ ઉંચાઇ સુધી ઉડીને પાંચ કિલોમીટર સુધીનો વિસ્‍તાર કવર કરશે

અમદાવાદઃ ૧૪મી જુલાઇ, શનિવારના રોજ અમદાવાદમાં જગવિખ્યાત જગન્‍નાથજીની યાત્રા સાથે અષાઢી બીજ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

જગન્નાથ રથયાત્રા દરમિયાન હાઈ રીઝોલ્યુશનવાળા કેમેરા સાથેના ઈઝરાયલી હિલિયમ બલૂનનો ઉપયોગ કરશે. શહેર પોલીસના અધિકારીએ કહ્યું કે, UAV ડ્રોન કરતા આ બલૂન્સ વધુ સસ્તા પડે છે અને વધુ અસરકારક સર્વેલન્સ કરી શકે છે.

તેમણે કહ્યું કે, ‘આ બલૂન્સ 1500 ફીટની ઉંચાઈ સુધી ઉડીને 5 કિમી રેડિયસનો વિસ્તાર કવર કરે છે. જેના પર લાગેલા હાઈ ડેન્સિટી અને રીઝોલ્યુશનવાળા કેમેરાને કોઈ પીનપોઇન્ટ લોકેશન પર ઝૂમ કરીને નાનામાં નાની મૂવમેન્ટને જોઈ શકાય છે. ઉપરાતં વધારામાં આ બલૂન હવામાં એકધારુ 72 કલાક સુધી રહે છે. જ્યારે આપણા ડ્રોન આટલું લાંબુ રહી શકતા નથી

ડે. કમિશનર ક્રાઈમ બ્રાંચ ,દીપેન ભદ્રને કહ્યું કે, ‘બલૂનને દરિયાપુર અને શાહપુર વચ્ચેના કોઈ વિસ્તારમાં આકાશમાં રાખવામાં આવશે જેથી તેના દ્વારા અમે સમગ્ર વિસ્તાર પર નજર રાખી શકીશું. આ બલૂન દુનિયાભરમાં સુરક્ષા એજન્સીઓ સેન્સેટિવ અને હાઈપ્રોફાઈલ ઈવેન્ટ્સ દરમિયાન યુઝ કરે છે.

તેમણે વધુમાં કહ્યું કે, ‘આ બલૂન પર હાઈ ઝૂમ ધરાવતા કેમેરા હોય છે જેની મદદથી રથ યાત્રા જેવા સંવેદનશીલ પ્રસંગ સમયે તે ખૂબ જ ઉપયોગી નીવડે છે. તેમજ રાત્રી દરમિયાન સર્વેલન્સ માટે આ બલૂન પર નાઈટ વિઝન કેમેરા પણ ફીટ કરી શકાય છે.

જગન્નાથ યાત્રા દરમિયાન NSGની એક ટીમ સ્ટેન્ડબાય રહેશે. તેમજ જો કોઈ ઈમર્જન્સી જેવી સ્થિતિ ઉભી થાય તો આ ટીમને શહેરની જીયોગ્રાફીથી માહિતગાર કરવા માટે શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ક્રાઈમબ્રાન્ચની એક ટીમ તેમની સાથે સતત ખડેપગે રહેશે.

(5:39 pm IST)