Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

સુરતના વરાછામાં તાડવાડી માતાનાં મંદિરમાં ચોરી

દાન પેટી નહીં તુટતા શખ્સ દાનપેટી લઈને જ ફરાર:ઘટના સીસીટીવીમાં કેદ

સુરતઃ શહેરનાં વરાછા વિસ્તારમાં આવેલા તાડવાડી માતાનાં મંદિરમાં ચોરી થયાની ઘટના બહાર આવી છે  મંદિરમાંથી એક શખ્સે ચોરી કરી છે. મંદિરમાં મુકેલી દાન પેટી નહીં તુટતા શખ્સ દાનપેટી લઈને જ ફરાર થઇ ગયો હતો અને મંદિરથી દૂર જઈને શખ્સે દાનપેટી તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઇ છે.

 આ મામલે વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં તસ્કર CCTVમાં કેદ થઈ જતાં તેનાં આધારે તપાસ હાથ ધરાઇ હતી. હાલ પોલીસે ચોરી કરનાર આ આરોપીને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી દીધી છે. આ સિવાય શહેરનાં અન્ય મંદિરોમાં પણ થયેલી ચોરીનાં કેસ ન ઉકેલાયાં હોય તે દિશામાં પોલીસે પોતાનાં ચક્રો હવે વધુ ગતિમાન કર્યા છે.

(7:53 pm IST)