Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

અમદાવાદ પોલીસે પીપળજમા ડેપોમાંથી ડીઝલ ભરી અધવચ્ચે ચોરી કરતા ચાર શખ્સોને રંગે હાથે દબોચ્યા

અમદાવાદ: આઈઓસીના ડેપોમાંથી ડિઝલ ભર્યા બાદ અધવચ્ચે જ ખેતરમાં ટેન્કરો લઈ જઈને તેમાંથી ડિઝલની ચોરી કરતા ચાર શખ્સો નવી નારોલ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ડિઝલનો જથ્થો, ૩ ટેન્કર મળીને કુલ રૃ. ૬૫,૯૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આઈઓસીના ડેપોમાંથી ટેન્કરોમાં ભરીને પેટ્રોલપંપ પર લઈ જવાતા ડિઝલની ચોરી થતી હોવાની માહિતી પોલીસને મળી હતી. જેને આધારે ડીસીપી, એસીપીની સ્ક્વોડ તથા નારોલ પોલીસે તપાસ હાથ ધરીને પીપળજ ગામની સીમમાંથી ડિઝલના કટિંગ વખતે જ ચાર આરોપીને ઝડપી લીધા હતા. કે ડિવીઝનના એ.સી.પી.ચિંતન તરૈયાના જણાવ્યા મુજબ જેની માલિકીની જમીન હી તે કરજણ જકશીભાઈ ભરવાડ, ડિઝલ ચોરી કરતા ફહીમ મહંમદ યાસીન રંગરેજ, ટેન્કરના ડ્રાઈવર દિલીપ પરમાર અને ક્લીનર જીવાજી ખીમાજી વણઝારાની પોલીસે ધરપકડ કરી હતી.
 

(6:01 pm IST)