Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

રાઈટસ લિ.ની ઓફર ૨૦મીએ ખુલશેઃ ૨૨મીએ બંધઃ પ્રાઈસ બેન્ડ રૂ.૧૮૦- ૧૮૫

અમદાવાદઃ રાઈટ્સ લિમિટેડ (કંપની) ભારત સરકારની સંપૂર્ણ માહિઁકીની કંપની એક મિનીરત્ન (શ્રેણી એક), શિડ્યુલ 'એ' જાહેર ક્ષેત્રની કંપની, તેનું પ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ અથવા ઓફર) લાવી રહી છે. જે બુધવારે ૨૦મીના ખુલશે. શુક્રવારે ૨૨મીના રોજ બંધ થશે. જેમાં કંપનીના રૂ.૧૦ની મૂળ કિંમતના પ્રતિ ઈકિવટી શેર (ઈકિવટી શેર) પ્રાઈસ બેન્ડ રૂ.૧૮૦- ૧૮૫ રહેશે.

આ પ્રારંભિક જાહેર ભરણું ૨૫,૨૦૦,૦૦૦ ઈકિવટી શેર્સ માટે છે. જે દેશના રાષ્ટ્રપતિ મારફત જેઓ ભારત સરકારના રેલ્વે મંત્રાલય થકી કાર્ય કરી રહ્યા છે. નેટ ઓફર ૨૪,૦૦૦,૦૦૦ ઈકિવટી શેર્સ માટેની છે અને કર્મચારી અનામત હિસ્સો ૧૨,૦૦,૦૦૦ ઈકિવટી શેર્સનો છે. કંપનીના સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા ૨૪,૦૦૦,૦૦૦ ઈકિવટી શેર્સનું ડિસઈન્વેસ્ટમેન્ટ જે નેટ ઓફર પ્રમાણે કંપનીની ઈશ્યુડ, સબસ્કાઈબ્ડ અને પેઈડ-અપ ઈકિવટી શેર કેપિટલના ૧૨ ટકા સમકક્ષ છે અને તેમાં ૧૨,૦૦,૦૦૦ ઈકિવટી શેર્સ કર્મચારી અનામત હિસ્સાના રહેશે અને કંપનીના શેર્સનું શેર બજારોમાં લિસ્ટિંગ થવાના લાભો મેળવવા માટે કંપની એવી આશા રાખે છે કે તેના ઈકિવટી શેર્સના લિસ્ટિંગથી તેની દ્રષ્ટિગોચરતા તથા બ્રાન્ડ ઈમેજ વધશે અને શેરહોલ્ડર્સને પ્રવાહિતા પ્રાપ્ત થશે.

(2:46 pm IST)