Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

તમામ જિલ્લાઓના વહીવટ પર ત્રીજુ નેત્ર : સી.એમ.ડેશ બોર્ડ

કલેકટરો - ડી.ડી.ઓ. - એસ.પી.ને દર મહિને 'ફોકસ પોઇન્ટ' અપાશે : વહીવટી કામગીરી - યોજનાઓની પ્રગતિની જાણકારી મુખ્યમંત્રીના આંગળીના ટેરવે

 ગાંધીનગર તા. ૧૩ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ સી.એમ ડેશ બોર્ડ દ્વારા સરકાર ના પબ્લિક ડિલિંગ વિભાગો નું સીધું મોનીટરીંગ મુખ્યમંત્રી કાર્યાલયથી થશે તેમ જણાવ્યું છે. રાજય સરકારના બધા જ વિભાગો અને જિલ્લા કચેરીઓ સહિત સમગ્ર સરકાર કમાન્ડ કન્ટ્રોલ વોલ ડેશ બોર્ડ સાથે જુલાઈ માસના અંત સુધીમાં જોડાઈ જશે એમ તેમણે જાહેર કર્યું છે.

મુખ્યમંત્રીએ આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મીડિયા સમક્ષ આ ડેશ બોર્ડની કામગીરી નું પ્રેઝન્ટેશન અને વિસ્તૃત વિવરણ કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે બધા જ જિલ્લા કલેકટરો ડી ડી ઓ એસ.પીને પ્રતિ માસ ૮ થી ૧૦ મુદ્દાઓ ફોકસ પોઇન્ટ તરીકે આપીને એ વિષયો માં એમના જિલ્લા ની સ્થિતિની સમીક્ષા કરાશે. આવા ફોકસ એરિયામાં શ્રેષ્ઠ દેખાવ માટે ની હેલ્ધી કોમ્પિટિશન થશે અને અધિકારીઓ ની એફિસિયન્સી નું સતત મોનીટરીંગ પણ શકય બનશે.આના પરિણામે કાર્યદક્ષતા વધશે. વિજય ભાઈ એ કહ્યું કે આ ડેશ બોર્ડ માં હાલ ૧૭૦૦ જેટલા પેરામીટર્સ અને ઇન્ડીકેટર્સ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે અને તેના સન્દર્ભ માં જિલ્લા તાલુકા વિવિધ વિભાગો ની કામગીરી ની સમીક્ષા તલ સ્પર્શી રીતે હાથ ધરીને મુખ્યમંત્રી કાર્યાલય માંથી ૩ કોલ આપી કામગીરી પૂર્ણ કરવા ની સતત સૂચના અને દેખરેખ રખાય છે.

આ ડેશ બોર્ડ સરકાર નું ત્રીજું નેત્ર બનીને પારદર્શિતા થી ટેકનોલોજી ના ઉપયોગ થી ગુડ ગવરનાન્સ નો નવીન પ્રયોગ બન્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી એ જણાવ્યું કે સર્વેલન્સ સીસ્ટેમ થી રાજયમાં કયાં સ્થળે કઇ સ્થિતિ છે તે પણ મુખ્યમંત્રી સ્તરે જાણી શકાય છે. તેમણે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ માં રાજય ની સિદ્ઘિ અને સ્થિતિ પણ આના દ્વારા જાણી શકાશે એમ કહીને ઉમેર્યુકે નેશનલ પેરામીટર્સ માં પણ મોનીટરીંગ કરીને ગુજરાત એમાં આગળ રહી સ્પર્ધા કરી શકે તે માટે પણ સજ્જ થઇ શકાશે. વિજય ભાઈ એ કહ્યું કે મોટા પ્રોજેકટના અમલીકરણ ફોલોઅપ સમાયાવધી વિશે પણ આ ડેશ બોર્ડ ઉપયુકત બનશે. મુખ્યમંત્રી એ સ્પષ્ટ પણે જણાવ્યું કે સી એમ ડેશ બોર્ડ માર્ગદર્શક બનશે તે અનુસાર વિભાગો જિલ્લાઓ કામગીરી કરશે. રાજય ના વિવિધ વિભાગો ની આઈ. ટી. ટિમ અને ડેશ બોર્ડ ના સંકલન થી આ પદ્ઘતિને વધુ પરિણામલક્ષી બનાવવાશે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મીડિયા સમક્ષ ડેશ બોર્ડની જિલ્લા સ્તર ની સ્થિતિ નું પણ જીવન્ત નિદર્શન કરવા માં આવ્યું હતું.(૨૧.૧૨)

(12:21 pm IST)