Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

અમદાવાદની એલ.જી. હોસ્પિટલના શાહની આગોતરા જમીન અરજી હાઇકોર્ટે ફગાવી: વચગાળાની રાહત રદ

હવે એસીબીએ આર.સી. શાહની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યાં

અમદાવાદની એલજી હોસ્પિટલના ફરજ મોકુફ સુપ્રીટેન્ડન્ટ આર.સી.શાહની રૂપીયા 40 હજારની લાંચ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં કરેલ અગોતરા જામીન અરજી ફગાવી દીધી છે એટલું જ નહીં આરોપીની ધરપકડ ન કરવા સંબંધમાં અગાઉ આપેલ વચગાળાની રાહત પણ કોર્ટએ રદ્દ કરી દીધી છે..આર.સી.શાહ પર સાઇન બોર્ડના બીલ પાસ કરાવવા માટે રૂપીયા 40 હજારની લાંચ માંગી હોવાનો આરોપ છે. જોકે, કોર્ટએ અગોતરા જામીન રદ્દ કરતા હવે એસીબીએ આરસીશાહની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.
  મદદનીશ નિયામક એસીબી, ડી.પી.ચુડાસમાના જણાવ્યા પ્રમાણે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. એટલું જ નહીં આરોપીની ધરપકડ ન કરવા સંબંધમાં અગાઉ આપેલી વચગાળાની રાહત પણ કોર્ટએ રદ્દ કરી દીધી છે.
   અત્રે ઉલ્લેખીય છેકે, એલજી હોસ્પિટલમાં સાઇન બોર્ડના કોન્ટ્રાક્ટરનું રૂપિયા 1.17 લાખનું બિલ પાસ કરવા કમિશન પેટે રૂ. 40 હજારની લાંચની માંગણી કરી સ્વીકારતા વીડિયો રેકોર્ડિંગમાં ઝડપાયેલા હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર.સી શાહ સામે એસીબીએ ગુનો નોંધ્યો છે.

(9:21 am IST)