Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

મિડિયામાં રહેવા માટે કોંગ્રેસી નેતાઓના પ્રયાસો છે : વાઘાણી

પાયાવિહોણા નિવેદનો કરવામાં આવી રહ્યા છે : ખેડૂતોના નામ પર રાજનીતિ કરી રહેલ કોંગ્રેસના શાસનમાં ખેડૂતોની સ્થિતિ શુ હતી તે તમામ લોકો જાણે છે : વાઘાણી

અમદાવાદ,તા.૧૨ : ભાજપના પ્રેદશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસના બેબુનીયાદ આક્ષેપો સામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, જે કોંગ્રેસ ખેડૂતોના નામે રાજનીતિ કરવા નીકળી છે તે કોંગ્રેસના આગેવાનોને મારે કહેવુ છે કે, તમારા શાસન વખતે ખેડૂતોની સ્થિતિ શું હતૂ ? તેનો જવાબ જનતાને આપવો જોઈએ. કોઈ મુદ્દા ના હોવાને કારણે સમાજના કોઈને કોઈ વર્ગ ઉશ્કેરવાનું દુષ્કૃત્ય કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. ગત વિધાનસભાની ચૂંટણીઓમાં પણ જ્ઞાતિજાતિ વચ્ચે વૈમનશ્ય ફેલાવવામાં કોંગ્રેસ કશું જ બાકી રાખ્યું નહોતુ. છતા પણ રાજયની શાણી જનતા અને સમજુ ખેડૂતોએ સતત છઠ્ઠી વખત ભાજપાને ગુજરાતનું સુકાન સોંપ્યુ છે ત્યારે હું ગુજરાતની જનતા અને ખેડૂતોેનો આભાર માનુ છું. વાઘાણીએ જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રી નેરન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રની કોંગ્રેસ સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં ગુજરાતની ભાજપા સરકાર અનેક ખેડૂત હિતલક્ષી યોજનાઓના સફળ અમલીકરણ દ્વારા ખેડૂતોની સમૃધ્ધિ અને સુખાકારી માટે અથવા પરિશ્રમ કરી રહી છે. ત્યારે ખેડૂતો માટે નીતિઓની વાતો કરનારી કોંગ્રેસ હું પૂછવા માંગુ છું કે, ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં  ખેડૂતોની શું હાલત હતી ? ગુજરાતના ગામડાઓમાં વર્ષો સુધી શુધ્ધ પીવાનું પાણી કેમ ના પહોંચાડયુ ? તમારા શાસનમાં ગામડાઓમાં આરોગ્ય સુવિધાની સ્થિતિ  શું હતી ? રોડ-રસ્તાની સ્થિતિ શું હતી ? તેનો જવાબ જનતાને કોંગ્રેસ આપવો જોઈએ. વાઘાણીએ જણાવ્યું હતુ કે, હું ભાવનગર નાના સુરકા ગામને વતની છું સોનગઢથી ચાર કિલોમીટર મારું ગામ છે. મને યાદ છે કે નાનપણમાં ત્યાં રોડ કે વાહનની કોઈ સુવિધા નહોતી. ચાર કિલોમીટર સુધી ચાલીને જવુ પડતુ હતું. શાળા કે પ્રાથમિક સારવાર માટેની પણ કોઈ સુવિધા નહોતી. જયારે આજે ગુજરાતમાં તમામ ગામડાઓ સુધી પાકી સડકો છે, વાહનની સુવિધા છે, ગામડામાં ઘરે-ઘરે પીવાનું શુધ્ધ પાણી પહોંચી રહ્યુ છે ડ્રેનેજની સુવિધા છે. ૨૪ કલાક વિજળી છે. પ્રાથમિક સારવાર માટેની સુવિધાઓ છે. ગામડે ગામડે શાળાઓ અને ગુણવત્તાયુકત શિક્ષણની વ્યવસ્થા છે. ભાજપના શાસનમાં ગામડાઓ પણ શહેર સમકક્ષ સુવિધાઓ ધરાવતા બન્યાછે.

સસ્પેન્ડ કરાયેલા સભ્યો

        અમદાવાદ,તા.૧૨ : ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની સૂચનાથી મેન્ડેડનો અનાદર કરવા બદલ નવ ચૂંટાયેલા સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા સભ્યો અંગે યાદીમાં સ્પષ્ટતા કરાઈ છે. તારીખ ૭ જૂનના રોજ યોજાયેલ ખેડા જિલ્લાની કપડવંજ નગરપાલિકામાં પ્રુમખ/ઉપપ્રમુખની ચૂંટણીમાં નવ ચુંટાયેલા સભ્યોને પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ તાત્કાલિક અસરથી ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરેલ છે

   વિમળાબેન બાબુભાઈ સોલંકી (ગેરહાજર રહ્યા હતા)

   પ્રજ્ઞેશભાઈ જયંતિલાલ સોની

   રાકેશભાઈ રસીક્લાલ કા. પટેલ

   મંજુલાબેન હેમંતભાઈ રાજગોર

   વિનસભાઈ કાંતિલાલ જયસ્વાલ

   પૂર્ણિમાબેન અલ્કેશભાઈ જોષી

   અનિતાબેન શૈલેષભાઈ યાદવ

   અશ્વિનભાઈ નારણભાઈ સોનેરી

   રંજનબેન ભરતભાઈ શાહ

સસ્પેન્ડ કરાયેલા સભ્યો

        અમદાવાદ,તા.૧૨ : તારીખ ૧૧ જૂનના રોજ ગાંધીનગર જીલ્લાની કલોલ નગરપાલિકાની પ્રમુખ / ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ નીચે મુજબના ચાર ચૂંટાયેલા સભ્યોને તાત્કાલિક અસરથી ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરેલ છે.

રમીલાબેન યોગેશભાઈ પરમાર

જશોદાબેન વિજયકુમાર યોગી

મંજુલાબેન નરેશકુમાર રાઠોડ

તિમિરભાઈ તરંગભાઈ જયસ્વાલ

(9:28 pm IST)