Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

અમદાવાદ - વારાણસી ટ્રેન કેન્સલ થતા હજારો શ્રદ્ધાળુઓને મુશ્કેલી

અમદાવાદ: અમદાવાદથી વારાણસી જતી ટ્રેનને 10 દિવસ માટે રદ કરવામાં આવતા ગુજરાતમાંથી વારાણસી દર્શનાર્થે જતા હજારો શ્રધ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

  ઉત્તર રેલેવના વારાણસી સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નં-8 પર વાશેબલ એપ્રનનું નિર્માણ કાર્ય શરૂ થવાના કારણએ 15 જૂનથી 26 જુલાઇ સુધી એટલે કે 42 દિવસથી ટ્રાફિક બ્લોક લેવામાં આવી રહ્યો છે જેથી અમદાવાદ-વારાણસી માટે ઉપડનારી ટ્રેન (19167) સાબરમતિ એક્સપ્રેસ રદ રહેશે.

  આ ટ્રેન 14 જૂનથી 24 જુલાઇ સુધી દર ગુરૂ, શનિવાર, સોમવાર અને મંગળવારના રોજ રદ રહેશે. પરતમાં 17 જૂનથી 27 જુલાઇ સુધી દર રવિવાર, મંગળવાર, ગુરૂવાર, અને શુક્રવારના રોજ વારાણસીથી (19168) ટ્રેન રદ રહેશે.

   આ ઉપરાંત 20904 અને 20903 વડોદરા-વારાણસી મહામના એક્સપ્રેસને પણ દર કરવામાં આવી છે. તા. 13,20 અને 27 જૂન તથા તથા 4,11 અને 18 જુલાઇ સુધી વડોદારથી રદ રહેશે. જ્યારે વરાણસીથી આ ટ્રેન તા. 15,22 અને 29 જૂન તથા 6,13 અને 20 જુલાઇના રોજ રદ રહેશે. આ ઉપરોક્ત બંને ટ્રેનોમાં શ્રધ્ધાળુઓએ એડવાન્સ બુકીંગ કરાવ્યુ હશે તો રદ કરી તેમને ટિકિટનું પુરુ રિફંડ મળી જશે

(11:30 pm IST)