Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

બીટકોઈન મામલામાં સીઆઈડીનાં સકંજામાં સપડાયેલા તત્કાલીન અમરેલી એસપી જગદીશ પટેલની ધરપકડથી ખાલી પડેલ અમરેલી એસપીની જગ્યા અંતે ભરવામાં આવી છે આઈબીના નિર્લિપ્ત રાય હવે અમરેલીના નવા જિલ્લા પોલીસ વડા બન્યા

રાજકોટ :બીટકોઈન મામલામાં સીઆઈડીનાં સકંજામાં સપડાયેલા તત્કાલીન અમરેલી એસપી જગદીશ પટેલની ધરપકડથી ખાલી પડેલ અમરેલી એસપીની જગ્યા અંતે ભરવામાં આવી છે આઈબીના નિર્લિપ્ત રાય હવે અમરેલીના નવા જિલ્લા પોલીસ વડા બન્યાછે
રાજ્ય પોલીસ તંત્રમાં કડક હાથે કામ લેવા માટે જાણીતા નિર્લિપ્ત રાય હાલમાં આઇબીમાં ફરજ બજાવતા હતા ભૂતકાળમાં સુરત રૂરલ અને અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવી ચુક્યા છે નિર્લિપ્ત રાય ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી વરેશસિન્હાનાં જમાઈ થાય છે

 

(8:38 pm IST)
  • મોદી દેશ અને નિતિશ બિહારના નેતા : સુશિલ મોદી : બિહારમાં નિતિશકુમારના નેતૃત્વમાં ચુંટણી લડાશે access_time 3:57 pm IST

  • કચ્છ ;કંડલા CISFએ કંડલા જેટી નજીકથી એક શંકાસ્પદ શખ્શની 11 સીમકાર્ડ સાથે ધરપકડ કરી :વધુ તપાસ માટે કંડલા મરીન પોલીસના હવાલે કરાયો access_time 12:48 am IST

  • કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને કોહિનૂર હીરો, મહારાજા રણજીતસિંહનું સોનાનું સિંહાસન, શાહજહાનું હરિતાશ્મનો દારૂનો પ્યાલો અને ટીપૂ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન વસ્તુઓ સ્વદેશ પરત લાવવા માટે સરકારનાં પ્રયાસોનો ખુલાસો કરવા માટેનાં નિર્દેશ આપ્યા છે. આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતનો વૈભવી ઇતિહાસનું પ્રતિક છે અને લોકકથાઓનો હિસ્સો છે અને તે અંગ્રેજ સરકાર અને આક્રમણકર્તાઓ દ્વારા લૂંટીને લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાલ તે વિશ્વનાં અલગ અલગ સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે. access_time 2:48 am IST