Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

રાજ્યના વેપારીઓને રાહત ;જીએસટી રિફંડની અરજીનો 15મી સુધીમાં નિકાલ કરવા આદેશ

રિફંડ પખવાડિયા' તરીકે ઉજવવા નક્કી:રિફંડ અન્વયે પેમેન્ટ થઇ ગયા હોય તેમને ત્રણ દિવસમાં ચુકવી દેવાશે

 

અમદાવાદ:રાજ્યના વેપારીઓને જીએસટીના રિફન્ડની અરજીનો 15મી સુધીમાં નિકાલ થશે  ગુજરાતમાંથી અનેક વેપારીઓના કરોડોના પેન્ડીંગ રિફંડને લઇ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે વેપારીઓનેે રાહત આપી રિફંડની અરજીના તાત્કાલીક નિકાલ કરવા 'રિફંડ પખવાડિયા' તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે તે અંતર્ગત 15 મે સુધીમાં આવેલ જીએસટી રિફંડની અરજીનો નિકાલ 15 જૂન સુધી કરી દેવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે ઉપરાંત  જે વેપારીઓને રિફંડ અન્વયે પેમેન્ટ થઇ ચૂક્યા છે તેમને ત્રણ દિવસમાં ચુકવી દેવામાં આવશે.

   જીએસટી કાયદાઓની જોગવાઇઓને ઘ્યાનમાં રાખી સમય મર્યાદાનું અચુક પાલન થાય તે નિર્ધારીત કરવાનું રહેશે. એટલે કે આખરી રિફંડનો આદેશ અરજી મળ્યા તારીખથી 60 દિવસમાં સુધીમાંચોક્કસપણે કરવાનો રહેશે. ઉપરાંત જે તે જ્યુરિડિક્શમાં આવતા ઓનલાઇન અરજીઓ પૈકી સૌથી વઘુ રકમ ધરાવતા 10 ટકા કેસોમાં મેન્યુઅલ અરજીઓ કરવામાં આવેલ ન હોય તો આવા કરદાતાઓને ફોન કરી સમજ આપી મેન્યુઅલ અરજી લઇ તેનો તાત્કાલિક નિકાલ કરવાનો રહેશે.

   જે કરદાતાના કેસમાં જ્યુરિડક્શનની ફાળવણી થયેલ ન હોય તો તેવા કેસોમાં પણ રિફંડની અરજી આવે તો તે સ્વીકારવાની રહેશે તેનું સોલ્યુલશન લાવવાનું રહેશે.

(11:44 pm IST)
  • ગાંધીનગર દેશભરમાં ખેડુતોના આંદોલન મામલોઃ ચિંતિત બનેલી સરકારે આઇબીને લગાડયા કામેઃ ગુજરાતમાં ખેડુતોની નારાજગી ફાટી નીકળી શકે છે access_time 3:54 pm IST

  • મુંબઇના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ, નું સંગઠન જમાત-ઉદ-દાવા 25 જુલાઈથી પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં અલ્લાહ-હૂ-અકબર તેહરીક દ્વારા લડશે. આ ગ્રૂપે મિલી મુસ્લિમ લીગ (એમએમએલ) ની એક રાજકીય પાર્ટી તરીકે સભ્યપદ મેળવ્યું નથી, આવી સંસ્થાના એક વરિષ્ઠ સભ્યએ આ માહિતી આપી હતી. access_time 2:47 am IST

  • સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ-અસદ ઉત્તર કોરિયાની મુલાકાત લેશે :વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત કિમ જોંગ-ઉને કોઈ દેશના સર્વોચ્ચ પદાધિકારીનું સ્વાગત કરશે:વર્ષ 1966માં સીરિયા સાથે ઉત્તર કોરિયાએ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા: ઉત્તર કોરિયાએ 1973ના આરબ-ઇઝરાયલ યુદ્ધમાં સેના અને હથિયાર બન્ને મોકલ્યા હતા access_time 1:26 am IST