Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

મોડાસા : અરવલ્લીના પ્રબુદ્ધ નાગરિક સંમેલન

મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

અમદાવાદ,તા.૪: આજે મોડાસામાં ટાઉનહોલ ખાતે અરવલ્લી જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન પ્રદેશ પ્રવક્તા જગદીશ ભાવસારથી ઉપસ્થિતિમાં યોજાયું હતું. જેમાં તેમણે કેન્દ્રની મોદી સરકારના સુશાસનના ૪ વર્ષની સિદ્ધિઓ, લોકકલ્યાણની આયોજનો, ગરીબ વર્ગના ઉત્થાન સહિતની પ્રજાના તમામ વર્ગ માટે સૌનો સાથ સૌનો વિકાસના આધાર ઉપર થતા કામોની અને દેશ અને દુનિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આન, બાન, શાન વધારવા સાથે રાષ્ટ્રને સમર્પિત આદરેલી સેવાઓનો ચિતાર પ્રવક્તા જગદીશભાઈ ભાવસારે આપ્યો હતો. અરવલ્લી જિલ્લાના આ પ્રબુદ્ધ નાગરિક સમેલનના પ્રારંભે જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભીએ સ્વાગત પ્રવચન કરતાં પ્રબુદ્ધ સમેલનનો ઉદ્દેશ સમજાવી ચાર વર્ષના મોદી સરકારના સુશાસન અને અગાઉની સરકારના સુશાસન અને અગાઉની સરકારના ૪૫ વર્ષના શાસનની તુલના કરી હતી અને આ ચાર વર્ષના સુશાસનમાં ગરીબ, મધ્યમવર્ગે, કિસાન, મજદૂર એમ તમામના વિકાસ વર્ગો માટે મોદી સરકારે કરેલા કાર્યોનો ચિતાર આપ્યો હતો જેને આમજન સુધી આ સંદેશો પહોંચાડવા પ્રબુદ્ધ નાગરિકો, વરિષ્ઠોને આદરપૂર્વક અપીલ કરી હતી. આ પ્રબુદ્ધ વિશાળ નાગરિક સંમેલનને સંબોધતા પ્રદેશ ભાજપના નેતા, પ્રવક્તા જગદીશભાઈ ભાવસારે આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાની લોકસભાની બેઠક ગત ચૂંટણી કરતા વધુ એક લાખની લીડથી આ બેઠક જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. સંમેલનનું સંચાલન મહામંત્રી શામળભાઈ પટેલે કર્યું હતું.

(10:20 pm IST)