Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

પ્લાસ્ટિક વેસ્ટના ધારાધોરણો અમલીકરણ અંગે શિબિર થશે

આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશેઃ પ્લાસ્ટિક કચરાના સુચારુ વ્યવસ્થાપનનું પ્રદર્શન તેમજ ક્લિનર પ્રોડક્શન એવોર્ડ : મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ

અમદાવાદ, તા.૪:       પ્લાસ્ટિક વેસ્ટના વ્યવસ્થાપન માટે યુનાઈટેડ નેશન્સ દ્વારા ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણન દિન "બીટ પ્લાસ્ટિક પોલ્યુશન" થીમ જાહેર કરાઈ છે સરકારના વન વિભાગ દ્વારા આગામી તા.૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રાજય કક્ષાની ઉજવણી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરાશે જેમાં પ્લાસ્ટિક વેસ્ટના નિયમો અમલીકરણ માટે કાર્ય શિબિર યોજાશે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પર્યાવરઅણ રાજય મંત્રી જયદ્રથસિંહ પરમાર અને મુખ્ય સચિવ ડો.જે.એન.સિંઘની ઉપસ્થિતિમાં આ કાર્યશિબિરનો સવારે ૧૦-૦૦ કલાકે શુભારંભ કરાશે આ પહેલા મુખ્યમંત્રી પ્લાસ્ટિક કચરાના સુચારુ વ્યવસ્થાપન માટે યોજાયેલ પ્રદર્શનને ખુલ્લું મૂકીને પ્રદર્શનની મુલાકાત લેશે પ્લાસ્ટિક વેસ્ટ નિયમો અંગે પુસ્તિકાનું વિમોચન તથા કલીનર પ્રોડકશન એર્વોડ પણ મહાનુભાવોના હસ્તે એનાયત કરાશે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે યોજાયેલ ચિત્રસ્પર્ધાનું વિજેતાઓને ઈનામોનું વિતરણ કરાશે આ સેમિનાર બપોરે ૧૨થી સાંજના ૪-૩૦ સુધીમાં એસેન્સ ઓફ લીગલ ફોમ્યુલેશન ઈન ઈન્ડિયા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ એન્ડ આઉટકમ, લાઈફ સાયકલ એસેસમેન્ટ ઓફ પ્લાસ્ટિક, રોલ ઓફ મ્યુનિસિપાલિટિઝ એન્ડ ધ બોટલ નેકસ, પ્લાસ્ટિકને જાણો, ક્રો-પ્રોસેસિંગ ઓફ પ્લાસ્ટિક વેસ્ટ ઈન સિમેન્ટ  કલીન્સ માઈક્રો પ્લાસ્ટિક વેસ્ટ, કરન્ટ સીનારિયો એન્ડ રોલ ઈન આઈઈસી ટુ કર્બ ધ પ્રોબ્લમ, વેસ્ટ મેનેજમેન્ટ, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ટેકનોલોજી ફોર રિસાયકિલંગ ઓફ પ્લાસ્ટિક વેસ્ટ અને આઈએસઃ ૧૪૫૩૪ ગાડલાઈન ફોર રિસાયકિસલંગ ઓફ પ્લાસ્ટિક વિષય ઉપર વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ચર્ચા-વિચારણા કરાશે અત્રે ઉલ્લેખનીય છે કે, પ્લાસ્ટિક વેસ્ટના વ્યવસ્થાપનના કાયદાનો સુચારુ રીતે અમલ કરવા રાજય સરકાર પ્રતિબદ્વ છે ત્યારે પ્લાસ્ટિકના ઉત્પાદકો તેમજ પેકેજીંગ એકમો અને વપરાશકર્તા  નાગરિકો પણ આ પ્રત્યે જાગૃત બને તે અત્યંત અનિવાર્ય છે વિશ્વ પર્યાવરણ દિન ૨૦૧૮ની ઉજવણી નિમિત્તે રાજયમાં તા.૧૮મી ખાતે સાફ સફાઈ કચરાને જાહેર સ્થળે, માર્ગની આસપાસની જગ્યાઓ,નદીકાંઠાઓ, દરિયાકાંઠાના ખાસ વિસ્તારો ખાતે સાફ સફાઈ ઝુંબશે હાથ ધરીને સાફ-સુથરી કરવામાં આવ્યા છે , એમ વન વિભાગ દ્વારા જણાવાયું છે.

(10:19 pm IST)
  • બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બસુને શ્વાસ લેવામાં તકલીફને કારણે મુંબઈની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. એક્ટ્રેસને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી તેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. access_time 2:48 am IST

  • મુંબઈમાં મુશળધાર વરસાદ :બદલાપૂર,ડોમ્બિવલી,વિક્રોલીમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો: કેટલાય સ્થળોએ લાઇટો ગૂલ :મુંબઈના મલબારહીલ વિસ્તારમાં ધોધમાર વરસાદ :રસ્તાઓમાં પાણી ભરાયા :કેટલાય જગ્યાએ વાહનચાલકો ફસાયા access_time 12:33 am IST

  • કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને કોહિનૂર હીરો, મહારાજા રણજીતસિંહનું સોનાનું સિંહાસન, શાહજહાનું હરિતાશ્મનો દારૂનો પ્યાલો અને ટીપૂ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન વસ્તુઓ સ્વદેશ પરત લાવવા માટે સરકારનાં પ્રયાસોનો ખુલાસો કરવા માટેનાં નિર્દેશ આપ્યા છે. આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતનો વૈભવી ઇતિહાસનું પ્રતિક છે અને લોકકથાઓનો હિસ્સો છે અને તે અંગ્રેજ સરકાર અને આક્રમણકર્તાઓ દ્વારા લૂંટીને લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાલ તે વિશ્વનાં અલગ અલગ સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે. access_time 2:48 am IST