Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ગુજરાતના વિવિધ ભાગોમાં હળવા ઝાપટા પડવાની વકી

છેલ્લા બે દિવસથી પડતા વરસાદમાં બ્રેક મુકાયો : અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૮ ડિગ્રી : બપોરના ગાળામાં હજુ તીવ્ર ગરમીનો અનુભવ : મોનસુનની તૈયારી

અમદાવાદ, તા.૪ : અમદાવાદ સહિત ગુજરાતભરમાં આંશિક વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે જેથી તાપમાનમાં પણ ઘટાડો થયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ રહ્યા બાદ આજે વરસાદમાં બ્રેકની સ્થિતિ રહી હતી જેથી તાપમાનમાં ફરી એકવાર નજીવો વધારો થયો હતો. જો કે, મોનસુનની એન્ટ્રી થવાના સંકેત દેખાવવા લાગી ગયા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી હળવા ઝાપટા પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હાલમાં ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવા વરસાદી ઝાપટાની આગાહી વચ્ચે હવે તાપમાનમાં ઘટાડો થઇ રહ્યો છે. સવારના સમયમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. બપોરના ગાળામાં હજુ પણ લોકોને રાહત મળી નથી. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૮ ડિગ્રી રહ્યું હતું. સૌથી વધુ તાપમાન આજે ડિસામાં નોંધાયું હતું જ્યાં પારો ૪૧.૯ સુધી પહોંચ્યો હતો. આવી જ રીતે અમદાવાદમાં પણ પારો હજુ એકદમ ઘટ્યો નથી. બપોરના ગાળામાં લોકો હજુ પણ પરેશાન દેખાઈ રહ્યા છે. આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગો અને ઉત્તરગુજરાતમાં પારો ૪૦થી ૪૨ ડિગ્રી વચ્ચે રહી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગના કેસોમાં વધારો નોંધાયો છે.  અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. રસ્તાઓ ગરમીના કારણે સુમસામ રહ્યા હતા. લોકોની ચામડી દાઝી જવા જેવો અનુભવ આજે બપોરના ગાળામાં થયો હતો. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે પ્રમાણમાં ઓછી ગરમીનો અનુભવ થયો હતો. જો કે, બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો જૂન મહિનાના પ્રથમ બે દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૧૦૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના બે દિવસના ગાળામાં ૩૦ અને ટાઇફોઇડના ૩૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના બે દિવસના ગાળામાં ૨૩ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જૂન મહિનામાં સાદા મેલેરિયાના ૧૦૪૬ કેસ નોંધાયા હતા. જૂન મહિનામાં ઝેરી મેલેરિયાના કોઇ કેસ નોંધાયા નથી.

ગુજરાત : હોટસ્પોટ

અમદાવાદ, તા.૪

સ્થળ......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ.................................................... ૪૧.૮

ડિસા............................................................. ૪૧.૯

ગાંધીનગર.................................................... ૪૧.૨

ઇડર.................................................................... -

વીવીનગર.................................................... ૪૧.૩

વડોદરા........................................................... ૪૦

સુરત............................................................ ૩૪.૬

વલસાડ........................................................ ૩૫.૪

અમરેલી....................................................... ૪૦.૨

ભાવનગર..................................................... ૩૭.૯

રાજકોટ........................................................ ૪૧.૭

સુરેન્દ્રનગર................................................... ૪૧.૫

ભુજ.............................................................. ૩૯.૨

નલિયા......................................................... ૩૫.૪

કંડલા એરપોર્ટ.............................................. ૪૦.૨

કંડલા પોર્ટ.................................................... ૩૮.૧

મહુવા........................................................... ૩૬.૨

 

(8:40 pm IST)
  • બીટકોઈન તોડકાંડ :જીજ્ઞેશ મોરડીયા પાસેથી વધુ 30 લાખ રોકડ રિકવર કરવામાં આવ્યા :કુલ 503 બીટકોઈનને રોકડમાં ફેરવી નાખી હતી અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 5 કરોડ રિકવર કર્યા :ત્રણેય આરોપીની પૂછપરછ ચાલુ access_time 12:36 am IST

  • વડોદરામાં માનાં નામને કલંક લગાવતી ઘટના સામે આવી છે. જેમાં સુમિત્રા નામની એક મહિલા બાળકીને મુકીને ફરાર થઈ ગઈ છે. ગઈ કાલે મહિલાએ રજા માંગી હતી જો કે આજે સયાજિરાવ હોસ્પિટલના બાળ વિભાગમાં નવજાત બાળકીની સારવાર શરૂ હતી તે દરમિયાન તેને તરછોડી દંપતિ ફરાર થઈ ગયુ હતુ. રજીસ્ટરમાં દંપત્તિએ પાદરાનાં મુવાલ ગામ હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. access_time 12:22 am IST

  • સચિનના સૌથી મોટા ફેનને ધોનીએ લંચ માટે આપ્યુ આમંત્રણ : ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ સચિનના સૌથી મોટા ફેન સુધીરને પોતાના ઘરે લંચ પર બોલાવ્યો હતો. સુધીરે લંચ બાદ પોતાની આ મુલાકાતના ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો તેમજ ઈમોશનલ મેસેજ પણ લખ્યો ‘સ્પેશિયલ દિવસ કેપ્ટન કૂલ ધોની સાથે. તેણે કેપ્શનમામ લખ્ય કે, ફાર્મ હાઉસમાં પરિવાર ધોનીના પરિવાર સાથે જે સુપર લંચ લીધુ તેને હું શબ્દોમાં નહિ વર્ણવી શકુ. access_time 8:47 pm IST